શહેરમાં છરીની અણીએ લુંટ કરતી ટોળકીનો આતંકઃ અઠવાડિયામાં ૪ વ્યકિત ભોગ બની
(એજન્સી)અમદાવાદ, શહેરમાં ગુનાખોરીએ ફરી માથું ઉચકયું હોય તેમ લુંટની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં એકલદોકલ માણસોને છરી બતાવી લંુંટ કરતી ગેગનો આતંક દિવસે ને દિવસે વધી રહયો છે. કેટલાક કિસ્સામાં નાગરીકો દ્વારા પ્રતીકાર કરવામાં આવતાં લુંટારૂઓ તેમના પર જીવલેણ હુમલા પણ કરે છે. ત્યારે શહેરમાં એક અઠવાડીયામાં ચાર વ્યકિતએ લુંટનો ભોગ બની છે.
શાહીબાગમાં રહેતા કીર્તન મુલચંદાણીએ પોલીસ સ્ટેશનમાં લુંટની ફરીયાદ આપી છે. તેઓ મોડી રાત્રે નોકરી પૂર્ણ કરીને તેમના ઘરે જઈ રહયા હતા. આ દરમ્યાન તેઓ દધીચીબ્રીજ તરફથી પસાર થઈ રહયા હતા. તે સમયે તેમના મિત્રનો ફોન આવતાં તેઓ બાઈક સાઈડમાં કરીને વાત કરતા હતા. આ દરમ્યાન પાછળથી ત્રણ અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા. આ ત્રણ શખ્સોએ છરી બતાવીને તેમને ધમકાવ્યા હતા. આ શખ્સો તારી પાસે જે હોય તે આપી દે તેમ કહી કીર્તનનાં મોબાઈલ અને બ્લુટુથ લુંટીને ફરાર થઈ ગયા હતા. આ અંગે કીર્તને માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
જયારે બીજાે બનાવ નરોડામાં બન્યો હતો, જેમાં તમે મારા ભાઈ સાથે અકસ્માત કરીને આવ્યો છો એમ કહીને વેપારી સાથે માથાકુટ છરી એક લાખથી રોકડ રકમલુંટી બે શખ્સો ફરાર થઈ ગયા હતા. વેપારી ટ્રકકનો ટેક્ષ ભરવા તેમના બનેવી પાસેથી ઉછીના રૂપિયા લઈને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આ ઘટના ઘટી હતી. ત્રીજાે બનાવ મેમ્કોમાં બન્યો હતો. જેમાં મેમ્કો રહેતા પ૩ વર્ષીય સાયરલાલ પહાડીયા થોડા દિવસ પહેલાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ એકિટવા લઈને હીરાવાડી ખાતે શાકભાજી લેવા જવા ઘરેથી નીકળ્યા હતા. આ વખતે મેમ્કોના વીર સાવરકર સ્પોર્ટસ તરફથી તેઓ પસાર થઈ રહયા હતા.
ત્યારે સામેથી બે અજાણ્યા શખ્સો રોગ સાઈડમાં આવ્યા હતા. આ બે અજાણ્યા શખ્સોએ સાયરલાલનું એકિટવા રસ્તામાં બળજબરીથી ઉભું રખાવ્યું હતું.ત્યારબાદ બે અજાણ્યા શખ્સોને છરી બતાવી તમારી પાસે જે કાંઈ પણ હોય તે આપી દો. નહીહતર મારી નાખીશું તેમ કહેતાં સાયરલાલ એકદમ ગભરાઈ ગયા હતા. આ બે શખ્સો તેમની પાસેથી સોનાની વીંટી અઅને સોનાની ચેઈન મળીને કુલ ૯૦ હજારની મતા લુંટીને ફરાર થઈ ગયા હતા.
થોડા દિવસ પહેલા સાબરમતી વિસ્તારમાં એક યુવક રાતે ઘરે જતો હતો ત્યારે ત્રણેક શખ્સોએ તેને રોકયો હતો. ત્યારબાદ તે શખ્સોએઅ છરીના ઘા ઝીકી તેને લુંટી લીધો હતો. ત્રણેય શખ્સોને યુવકનું પર્સ લુંટી લીધું હતું. ત્યારબાદ તેઓ મોબાઈલ ફોન જમીન પર પછાડીને નાસી ગયા હતા.