Western Times News

Gujarati News

ગાંધીનગર જિલ્લામાં ‘અવસર લોકશાહીનો’ અંતર્ગત સવા લાખથી વધુ નાગરિકોએ ‘અચૂક મતદાન’ કરવાનાં શપથ લીધાં

(પ્રતિનિધિ) ગાંધીનગર, ‘અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજદિન સુધીમાં ગાંધીનગર જિલ્લાના ૧ લાખ ૨૪ હજાર કરતા વધુ નાગરિકોએ ‘આગામી તા. ૫/૧૨/૨૦૨૨ના રોજ અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઉજવીશ’- તેવા શપથ લીધા હતા. ગાંધીનગર કલેકટર કચેરી ખાતે આજે તા.૨૧ નવેમ્બરના રોજ યોજાયેલા શપથ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે. સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ સહભાગી બન્યા હતા.

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં મતદારોમાં મતદાનની જાગૃત્તિ આવે અને વધુ મતદાન કરીને સૌ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તે માટે આજરોજ શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં જાહેર સ્થળો અને કચેરીઓ ખાતે શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના અવસર સમી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા માટેના શપથ કાર્યક્રમમાં ૧,૨૪,૨૯૧ નાગરિકો સહભાગી બન્યા હતા.

જે અઃતર્ગત દહેગામમાં ૩૮,૬૮૨, ગાંધીનગર(દ)માં ૬,૪૫૭, ગાંધીનગર(ઉ)માં ૯,૧૬૮, માણસામાં ૨,૨૩૯ અને કલોલમાં ૬૭,૭૪૫ નાગરિકો શપથ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. સર્વે નાગરિકોએ શપથ કાર્યક્રમમાં ‘આથી હું ભારતના બંધારણને સાક્ષી માનીને શપથ લઉ છું કે, આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં, હું કોઇપણ ઘર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઇપણ રીતે પ્રલોભિત થયા સિવાય તા. ૦૫/૧૨/૨૦૨૨ના રોજ અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઉજવીશ’- તેવા શપથ ગ્રહણ કર્યા હતા.

ગાંધીનગર જિલ્લા સેવાસદન ખાતે યોજાયેલા શપથ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવિણા ડી.કે., અધિક નિવાસી કલેકટર ભરત જાેષી સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મયોગીઓ જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.