Western Times News

Gujarati News

આગામી દસ વર્ષમાં કુલ ૨૩ ચંદ્રગ્રહણ થશે

સૂર્યની પરિક્રમા સમયે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આ રીતે આવે છે જ્યારે ચંદ્ર ધરતીની છાયાથી છુપાઈ જાય છે. ત્યારે ચંદ્રહણ થાય છે પરંતુ જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની કક્ષામાં એકમેકની સીધા થઈ જાય છે. પૂર્ણિમાના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી આવે છે તેથી છાયા ચંદ્રમા પર પડે છે તેનાથી પડછાયાનો ભાગ અંધકારમાં રહે છે. આ સ્થિતિમાં ધરતીથી ચાંદને જાેવાય તો આ ભાગ કાળો દેખાય છે. આ રીતે તેને ચંદ્રગ્રહણ કહેવાય છે જ્યારે પૃથ્વી સૂર્યની કિરણોને સંપૂર્ણ રીતે રોકી લે છે અને તેને પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાય છે જ્યારે ચંદ્રનો ફક્ત એક ભાગ છૂપાયેલો રહે છે તો તેને આંશિક ચંદ્રગ્રહણ કહે છે.

શુ છે ચંદ્રગ્રહણઃ સૂર્યની પરિક્રમા સમયે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આ રીતે આવે છે જ્યારે ચંદ્ર ધરતીની છાયાથી છુપાઈ જાય છે. ત્યારે ચંદ્રગ્રહણ થાય છે પરંતુ જ્યારે સૂર્ય, પૃથ્વી ચંદ્ર પોતાની કક્ષામાં એકમેકની સીધા થઈ જાય છે. પૂર્ણિમાના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્રમાંની વચ્ચે પૃથ્વી આવે છે તેથી છાયા ચંદ્રમા પર પડે છે. તેનાથી પડછાયાનો ભાગ અંધકારમાં રહે છે. આ સ્થિતિમાં ધરતીથી ચાંદને જાેવાય તો આ ભાગ કાળો દેખાય છે. આ રીતે તેને ચંદ્રગ્રહણ કહેવાય છે જ્યારે પૃથ્વી સૂર્યની કિરણોને સંપૂર્ણ રીતે રોકી લે છે અને તેને પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાય છે જ્યારે ચંદ્રમાન ફક્ત એક ભાગ છૂપાયેલો રહે છે તો તેને આંશિક ચંદ્રગ્રહણ કહે છે.

ગુપ્ત ચંદ્રગ્રહણ શું છે : જ્યારે ચંદ્રગ્રહણ થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે ફરે છે પરંતુ ત્રણેય સીધી રેખામાં નથી. આવી સ્થિતિમાં, ચંદ્રની નાની સપાટી પર કોઈ ઉંબ્રા નથી. તમને જણાવી દઈએ કે, પૃથ્વીના મધ્ય ભાગમાંથી પડતા પડછાયાને ઉંબ્રા કહેવામાં આવે છે. બાકીના ચંદ્રમા પૃથ્વીના બાહ્ય ભાગની છાયા હોય છે, જેને પીનમ્બ્રા કહેવામાં આવે છે.

ચંદ્રગ્રહણ કેવી રીતે જાેઈ શકાયછ ચંદ્રગ્રહણ જાેવા માટે કોઈ ખાસ કાળજી લેવી જરૂરી નથી. ચંદ્રગ્રહણ સંપૂર્ણપણે સલામત છે, તેથી તમે તેને નગ્ન આંખોથી જાેઈ શકો છો. જાે તમે ટેલિસ્કોપની મદદથી ચંદ્રગ્રહણ જાેશો, તો તમે ખૂબ જ સુંદર દૃશ્ય જાેશો. બે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થશેઃ વિક્રમ સંવત ૨૦૭૭માં કુલ ચાર ગ્રહણ થવાના છે તેમાં બે ચંદ્રગ્રહણ છે અને બે સૂર્યગ્રહણ છે પરંતુ આમાંથી એક પણ ગ્રહણ સૌરાષ્ટ્રમાં નહીં દેખાય.

ચંદ્રગ્રહણ વખતે પૂનમના દિવસે સૂર્ય પશ્ચિમમાં આથમતો હોય છે ત્યારે જ ચંદ્રને પૂર્વમાં ઊગતો જુએ છે. બન્ને ખંડો સામસામી દિશાઓમાં અને વચ્ચે પૃથ્વી હોય તેવું દેખાય છે.મતલબ કે પૂનમને દિવસે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે. ચંદ્ર પોતે અપ્રકાશિત, અપારદર્શક હોવા છતાં આપણને પ્રકાશિત જણાય છે પણ કોઈક પૂનમને દિવસે પૃથ્વી વડે ચંદ્રનું ગ્રહણ થાય છે. જે આંશિક (ખંડગ્રાસ) અથવા તો સંપૂર્ણ ખગ્રાસ હોય છે. ચંદ્રગ્રહણના સૂર્યગ્રહણની જેમ ત્રણ નહીં માત્ર બે જ પ્રકારો હોય છે.

દરેક પૂનમે ચંદ્રગ્રહણ થતું કેમ નથીઃ હા, દરેક પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. તેવી જ રીતે દરેક અમાસે સૂર્યગ્રહણ પણ થતું નથી. આનું કારણ ચંદ્રની ભ્રમણકક્ષાની સપાટી અને પૃથ્વીની ભ્રમણકક્ષાની સપાટી વચ્ચે રહેલી અસામનતા છે. ચંદ્રની કક્ષા અને પૃથ્વીની કક્ષા જુદી જુદી છે પરંતુ બન્નેની કક્ષાની સપાટી વચ્ચેપાંચ અંશનો ખૂણો બને છે અને તેથી જ બધી વાર સૂર્ય, ચંદ્ર પૃથ્વી બરાબર એક સીધી લીટીમાં આવતા નથી અને એટલે જ દરેક પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી.

ચંદ્રગ્રહણો ઓછા, સૂર્યગ્રહણ વધુઃ સામાન્ય રીતે લોકોની એવી માન્યતા છે કે વર્ષ દરમિયાન દેખાનારાં ગ્રહણોમાં ચંદ્રગ્રહણનું પ્રમાણ અધિક હોય છે. એવું માનવા માટેનાં કેટલાંક કારણો છે. જેમ કે ચંદ્રગ્રહણને પૃથ્વીના અડધોઅડધ ભાગમાંથી જાેઈ શકાય છે. વળી, પૃથ્વી પર જ્યાં જ્યાં ચંદ્રને જાેઈ શકાતો હોય છે ત્યાં બધે જ એનું ગ્રહણ દેખી શકાય છે. કોઈ એક જ સ્થળેથી આકાશ સ્વચ્છ હોય તો અંદાજે ૧થી ૨૦ જેટલાં ચંદ્રગ્રહણો જાેઈ શકાય છે.

બીજાે તફાવત ગ્રહણની અવધિ અંગેનો છે. પૂર્ણ ચંદ્રગ્રહણની અવધિ એક કલાક અને પિસ્તાલીસ મિનિટ સુધીની હોઈ શકે છે, જ્યારે ખગ્રાસ સૂર્યગ્રહણની અધિકતમ અવધિ માત્ર સાડા સાત મિનિટની જ હોય છે. હકીકતમાં ચંદ્રગ્રહણ કરતા સૂર્યગ્રહણ વધુ માત્રામાં થાય છે અને તેનું પ્રમાણ ૩ઃ૨નું છે. વાસ્તવમાં વર્ષ દરમિયાન વધુમાં વધુ સાતેક ગ્રહણ થઈ શકે છે, જે પૈકી પાંચ સૂર્યનાં અને બે ચંદ્રનાં અથવા તો ચાર સૂર્યનાં અને ત્રણ ચંદ્રનાં હોય છે. ૧૮ વર્ષ અને ૧૮ દિવસમાં ૪૧ સૂર્યગ્રહણ અને ૨૯ ચંદ્રગ્રહણ થાય છે.

જ્યારે ચંદ્ર અપ્રકાશિત છે અને પૃથ્વી પણ અપ્રકાશિત છે જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. પરિણામે અડધી પૃથ્વી પરથી એકસાથે એક સરખું ચંદ્રગ્રહણ દેખાય છે. ચંદ્રગ્રહણ સમયે ચંદ્ર અંતર્ગાેળ કપાય છે એટલે કે ચંદ્રનો અંતર્ગાેળ ભાગ દેખાય છે જ્યારે સુદ ૫થી કે વદ ૫થી ચંદ્રની કળાઓ સમયે સુદ દશમ કે અગિયારસમાં ચંદ્રનો બહિર્ગાેળ ભાગ દેખાય છે તેની પાછળ ચંદ્રની વિવિધ કળાઓ જવાબદાર છે. ચંદ્રગ્રહણ પૂર્ણિમાની રાતે થાય છે જ્યારે સૂર્યગ્રહણ અમાસના દિવસ થાય છે.

પણ દર માસે સૂર્યગ્રહણ થતું નથી તેમજ દર પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ થતું નથી, કારણ કે બધી જ પૂર્ણિમાએ સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવતી હોવા છતાં ત્રણેય એક રેખસ્થ ન હોવાથી દરેક પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ થતું નથી જ્યારે ચંદ્રગ્રહણ હોય ત્યારે પૃથ્વીના જે ગોળાર્ધમાંથી ચંદ્ર દેખાતો હોય તે સમગ્ર વિસ્તારમાંથી ચંદ્રગ્રહણ દેખાય છે. આગામી દસ વર્ષમાં કુલ ૨૩ ચંદ્રગ્રહણ થશેઃ આગામી દાયકામાં ૨૩ ચંદ્રગ્રહણ, સૌરાષ્ટ્રમાં ૧૧ દેખાશે. આગામી દસ વર્ષમાં કુલ ૨૩ ચંદ્રગ્રહણ થશે જેમાંથી સૌરાષ્ટ્રમાં અગિયાર ચંદ્રગ્રહણ નિહાળી શકાશે.

આ અદ્‌ભૂત ખગોળીય ઘટનામાં બે ખગ્રાસ ચંદ્રગ્રહણ જાેઈ શકાશે. જે પૈકી પહેલું ખગ્રાસ ચંદ્રગ્રહણ ૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ અને બીજું ૨૦૨૮ની સાલના અંતિમ દિવસે એટલે કે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૮ના રોજ નિહાળવા મળશે. બાકીનાં ગ્રહણો પૈકી ૩ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ અને ૬ ઉપચ્છાયાની સ્થિતિ સૌરાષ્ટ્રમાં નિહાળવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.