Western Times News

Gujarati News

કોઈને એટલી છૂટ ન લેવા દો કે એનું મન ફાવે તેમ એ તમારી સાથે વર્તન કરે

પ્રતિકાત્મક

રોજબરોજ જીવનમાં આપણે અનેક લોકોને મળવાનું થાય છે. આમાંથી ૭૦ટકા લોકો એવા હોય છે જેને દરરોજ મળવાનું થતું હોય છે. સમજાે કે તમે કોઈ જગ્યાએ જાેબ કરો છો, તો ત્યાં કામ કરતા કલીગ્સ સાથે રોજ મળવાનું થતું હોય છે, રોજ જેની સાથે કામ કરવાનું થાય તેની સાથે માત્ર ફોર્મલ સંબંધો રાખવા મુશ્કેલ હોય છે. તમે ૮ થી ૯ કલાક જેની સાથે કામ કરતાં હોવ તેની સાથે મિત્રતાભર્યું વર્તન સાહજિકતાથી જ થઈ જતું હોય છે. એમાં કોઈ સમસ્યા પણ નથી. આઈડિયલી એવું જ હોવું જાેઈએ. જેની સાથે કામ કરવાનું હોય તેની સાથે મિત્રતાભર્યું વર્તન કામમાં સરળતા લાવે છે. બાકી તમે ઓછાબોલા હોવ, એરોગન્ટ હોવ તો બને કે તમે ગ્રૂપમાં એકલતા અનુભવો.

એકલા પડી જાવ, લોકો શરૂઆતમાં તમને તેમના ગ્રુપમાં જાેડવા પ્રયત્ન કરશે, પણ એમને એવું લાગશે કે તમે કોઈ સાથે ભળી નથી શકતાં તો બને કે ધીરેધીરે તમારાથી ડિસ્ટન્સ બનાવવાનું શરૂ કરી દે. વેલ, તમારો સ્વભાવ મળતાવડો હોય તો કોઈ સવાલ જ નથી. પણ સૌથી મોટી વાત એ છે કે મળતાવડા સ્વભાવની સાથે કોની સાથે કયારે કેવું વર્તન કરવું, કોની સાથે કેટલું બોલવું, કેવી રીતે બોલવું એની આવડત દરેક સ્ત્રીમાં હોવી જાેઈએ.
સામેની વ્યક્તિ તમારી સાથે કેવું વર્તન કરે છે તેનો આધાર તમે તેની સાથે કેવું વર્તન કર્યું છે તેની ઉપર પણ હોય છે.

તમે કહી શકો કે વાઈસેવસાં.. તમારું વર્તન સામેવાળી વ્યક્તિ માટે તમારી સાથે કેવી રીતે વર્તવું તેને માટે એક ચોકકસ સીમારેખા બનાવે છે. સ્ત્રીઓમાં એક સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તે ખૂબ જ ભાવુક હોય છે. અલબત્ત, હવેની મોડર્ન સ્ત્રીઓ સમજતી થઈ છે કે ખોટી જગ્યાએ ઈમોશન્સ ઈન્વેસ્ટ કરવામાં મજા નથી. તમે દરેક જગ્યાએ લાગણીશીલ બનવા જશો તો તકલીફ થશે જ. દરેકની સમજદારીનું લેવલ અલગ હોય છે. માટે દરેક જગ્યાએ લાગણીઓને ઈન્વેસ્ટ કરતાં પહેલા ખાસ વિચારવું જાેઈએ. ખેર, સ્ત્રીઓ ભાવુક હોવાથી તે દરેક વસ્તુઓ માર્ક કરતી હોય છે.

તે જેટલી સહજતાથી મજાક કરી શકે છે તેટલી સહજતાથી મજાકને સ્વીકારી નથી શકતી. સ્ત્રી ભલે ગમે તેટલો દેખાડો કરે કે તે મજાક સહન કરવામાં એક નંબર છે પણ તેની અમુક લિમિટ હોય જ છે. અમુક લિમિટથી આગળ વર્તન થાય એટલે તરત જ સ્ત્રીને દુઃખ લાગી શકે છે. માટે એક વાત હંમેશા યાદ રાખવી કે તમારી અંદર જેટલી મજાક સહન કરવાની શક્તિ હોય તેટલી જ મજાક સામેની વ્યક્તિ સાથે કરવી, કારણ કે જાે તમારી અંદર સહનશક્તિનો અભાવ હશે તો તમે સરળતાથી સામેની વ્યક્તિની મજાક સહન નહી કરી શકો અને જલદીથી દુઃખી થઈ જશો.

આપણું સન્માન જાળવવાની જવાબદારી આપણી પણ છે આમ તો સાવ અજાણ્યા સાથે આપણે ઝટ દઈને વાત જ નથી કરતાં, પણ ઘરમાં કે બહાર જેની સાથે સૌથી વધારે સમય પસાર કરવાનો થાય છે તેની સાથે વાત કરવા બાબત ેએક અદૃશ્ય લિમિટ બનાવી લેવી. તમે તમારા સ્વભાવ પ્રમાણે દરેક વ્યક્તિ સાથે વાતચીતની એક લિમિટ સેટ કરી શકો છો. આનો કંટ્રોલ તમારા હાથમાં છે કંઈ રીતે? તો જવાબ છે કે તમે જ સામેની વ્યક્તિ સાથે એ પ્રમાણે વર્તન અને વાત કરો કે તે આપોઆપ સમજી જાય કે તમારી સાથે કઈ હદ સુધી વાત કરવી સહજ બનશે.

જાે તમે જ વાણીમાં કે વર્તનમાં વધારે પડતી છુટછાટ લેશો તો સામેની વ્યક્તિ પણ એ મુજબ જ તમારી સાથે છુટછાટ લેવા લાગશે. જાે તમને આ પ્રકારની છુટછાટ સમય જતાં અસહજ લાગતી હોય તો તમારે પહેલેથી જ અમુક પ્રકારનું વર્તન કરવું જરૂરી છે. અહી સાવ અતડા રહેવાની વાત નથી પણ ઘણીવાર મૌનને અસરકારક બનાવવાની વાત છે. નો ડાઉટ તમને જેની સાથે ખૂબ ફાવતું હોય તેની સાથે દિલ ખોલીને વાતો અને વર્તન કરી જ શકો છો, પણ જે તમારા માટે એટલા નજીક નથી એવા લોકો સાથે લિમિટમાં વર્તન કરવાથી આગળ જતા તમે અપમાનની લાગણી અનુભવતા બચી શકો છો. આપણા કાર્યસ્થળ ઉપર દરેક વ્યક્તિ આપણી હિતેચ્છુ નથી હોતી. કોઈ એવી પણ હોય છે જે મિત્રતાના રૂપમાં હિતશત્રુ હોય. માટે ચેતીને ચાલવું. તમારી વાણીથી કોઈનું માન- સન્માન ઘટે એ જ રીતે કોઈની વાણીથી તમને સમસ્યા ન થાય તેનું ધ્યાન અવશ્ય રાખવું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.