આ રાજ્યના રાજ્યપાલના શપથ ગ્રહણ સમારોહનો થયો હતો બહિષ્કાર
(એજન્સી)કલકત્તા, પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલ ડો. સીવી આનંદ બોઝના શપથ ગ્રહણમાં હાજરી આપી નહોતી. એનું કારણ કાર્યક્રમમાં કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા હતું. The newly appointed, hon’ble Governor of West Bengal, Dr. C V Anand Bose.
સુવેન્દુએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, તેમને ધારાસભ્યો કૃષ્ણ કલ્યાણી અને બિસ્વજિત દાસની બાજુમાં બેસવાની વ્યવસ્થા કરી હતી, જેઓ ભાજપની ટિકિટ પર ચૂંટાયા હતા, પરંતુ પછીથી ટીએમસીમાં જાેડાયા હતા. એટલું જ નહીં, તેમણે મમતા બેનર્જીને ભારતમાં જન્મેલાં સૌથી ખરાબ નેતા ગણાવ્યા.
એક ન્યૂઝ એજન્સી અનુસાર, સુવેન્દુએ સીએમ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘તે (મમતા બેનર્જી) ભારતમાં જન્મેલાં અત્યારસુધીનાં સૌથી ખરાબ રાજકારણી છે, જે શરમજનક રીતે સત્તામાં આવ્યાં છે. જાે તેઓ એ વિચારીને ખુશ છે કે જાે તેમની વ્યૂહરચના મને મુશ્કેલીમાં મૂકશે તો તેઓ મૂર્ખના સ્વર્ગમાં રહે છે, પણ હું તેમના જેવો નથી પણ હું મારા ગૌરવથી વાકેફ છું.’