Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યુના ર૩૦ર કેસઃ એક દર્દીનું મોત- સ્વાઈનફલૂના ૧૧૩૧ કેસ નોંધાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ફરી એક વખત રોગચાળાએ માથુ ઉચકયું છે. સ્વાઈનફ્લુ અને ડેન્ગયુ જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. શહેરમાં ચાલુ વરસે સ્વાઈનફલુએ ૧૪ દર્દીનો ભોગ લીધો છે જયારે નવેમ્બર મહિનામાં જ ડેન્ગયુના ૩૦૦ કરતા વધુ કેસ નોંધાયા છે. તેમજ એક દર્દીનું કરૂણ મૃત્યુ પણ થયું છે.

ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગયુના નોંધાયેલ કુલ કેસના ૮૫ ટકા કરતા વધુ કેસ છેલ્લા ત્રણ મહિનામાં જ કન્ફર્મ થયા છે. ચીકનગુનિયાના કુલ કેસ પણ બેવડી સદી પાર કરી ગયા છે જયારે સ્વાઈનફલુના કુલ કેસની સંખ્યા પણ એક હજાર એ પાર થતા મ્યુનિ. અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

અમદાવાદ શહેરમાં સ્વાઈનફલુના રોગચાળાનો કહેર વધી રહયો છે, શહેરમાં છેલ્લા ઓકટોબર મહિનામાં સ્વાઈનફલુના નવા ૬૭ કેસ કન્ફર્મ થયા છે. તેમજ એક દર્દીનું કરુણ મૃત્યુ થયું છે. નવેમ્બર મહિનામાં સ્વાઈનફલુના વધુ ૧ર કેસ કન્ફર્મ થયા છે. આમ, સ્વાઇનફ્લુના કુલ કેસની સંખ્યા ૧૧૩૧ થઈ છે. જે પૈકી ૧૪ દર્દીના કરૂણ મૃત્યુ થયા છે. સપ્ટેમ્બર મહીનામાં સ્વાઈનફલુએ સાત દર્દીનો ભોગ લીધો છે, જયારે ઓગસ્ટ મહીનામાં ૦૬ દર્દીના મરણ થયા હતા.

ચોંકાવનારી બાબત એ છે કે ચાલુ વર્ષ દરમ્યાન સ્વાઈનફલુના જે ૧૧૩૧ કેસ કન્ફર્મ થયા છે તે પૈકી ૧૧૨૦ કેસ છેલ્લા ત્રણ મહીનામાં જ નોંધાયા છે. સ્વાઈનફલુના ૭પ ટકા કરતા વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાંથી બહાર આવ્યા છે. વય જૂથ મુજબ જાેવામાં આવે તો જ ૦ થી ૫ વર્ષ સુધીના ૭પ બાળકો સ્વાઈન ફ્લુ ની ઝપટમાં આવ્યા છે

જ્યારે ૦૬ થી ૧૫ વર્ષની વયજૂથમાં ૧૧૭ કેસ નોંધાયા છે ૧૬ થી ૪૦ ના ગ્રુપમાં ૩૩પ કેસ અને ત્રણ મરણ, ૪૧ થી ૫૫ ના વય જૂથમાં ૨૬ર કેસ અને પાંચ મરણ તેમજ ૫૫ થી વધુ વયમાં ૩૪ર કેસ અને છ મરણ થયા છે. આમ,ચાલુ વર્ષ દરમિયાન સ્વાઇન ફ્લુના કુલ ૧૧૩૧ કેસ અને ૧૪ મરણ નોંધાયા છે. સ્વાઈન ફ્લૂની ઝપટમાં ૬૬ર પુરુષ અને ૪૬૯ મહિલાઓ આવી છે.
ચોમાસામાં થયેલા ભારે વરસાદ બાદ સમયસર પાણીના નિકાલ અને સફાઈ ન થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે

જેના કારણે ડેન્ગયુ અને ચીકનગુનિયા જેવા જીવલેણ રોગના કેસમાં સતત વધારો જાેવા મળી રહયો છે. શહેરમાં ર૦ નવેમ્બર સુધીમાં ડેન્ગયુના કુલ ર૩૦૪ કેસ નોંધાયા છે જે પૈકી ઓકટોબર મહિનામાં ૬૨૦ કેસ નોંધાયા છે. તેમજ નવેમ્બર મહિનાના પ્રથમ ર૦ દિવસમાં ૩૩ર કેસ નોંધાયા છે તેમજ એક દર્દીનું કરૂણ મૃત્યુ થયું છે.

ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના જે કેસ નોંધાયા છે તે પૈકી ૧૩૭ર દર્દીઓએ સરકારી અને ૯૩ર દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી છે. સરકારી હોસ્પિટલોમાં સારવાર લેનાર દર્દીઓ પૈકી એકનું મૃત્યુ થયું છે. ૨૦૧૯ ના વર્ષમાં ડેન્ગ્યુના ૪૫૪૭ કે કેસ અને ૧૩ ગયા હતા

જ્યારે ૨૦૨૦ માં ૪૩૨ કેસ વધાયા હતા તેની સામે ૨૦૨૧ માં ૩૧૧૦૪ કેસ અને ત્રણ મૃત્યુ કન્ફર્મ થયા હતા. મ્યુનિ. આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષ દરમિયાન સાદા મેલેરિયાના ૧રર૦, ઝેરી મેલેરિયાના ૧૪૯, ચીકનગુનીયાના રપ૭, ઝાડા-ઉલ્ટીના ૬૦૯પ, કમળાના ર૦૯૧, ટાઈફોઈડના ર૬૧૪ તેમજ કોલેરાના ૩૪ કેસ નોંધાયા છે. નવેમ્બર મહિનામાં કોલેરાનો એક નવો કેસ કન્ફર્મ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.