અમદાવાદમાં સાડા સાત મહિનામાં ૪૦ હજાર ફોર વ્હીલર વેચાઈ
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનને ૧ એપ્રિલથી ૧૬ નવેમ્બર સુધીમાં વિહિકલ ટેક્ષથી રૂા.૧૧૪ કરોડથી વધુની કમાણી થઈ
(એજન્સી)અમદાવાદ, શહેરમાંથી કોરોના મહામારીનો ખોફ પુરેપુરો નાબુદ થઈ ગયો છે. ગત ગણેશ ઉત્સવ કહો કે નવરાત્રી ઉત્સવ કે પછી દિવાળીના તહેવારો ગણો, પરંતુ આ તમામ તહેવારો-ઉત્સવોને અમદાવાદીઓએ ધુમધડાકાભેર ઉજવ્યા હતા. દેશ વિદેશના પર્યટન સ્થળોની હજારો લોકોએ હોશભેર મજા માણી હતી. આપણા ગુજરાતના સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ચોટીલા, સાળંગપુર, અને ડાકોર જેવા દર્શનાથે સ્થળોએ લાખો ભાવિક ભકતોની ભારે ભીડ જાેવા મળી હતી.
હવે કોરોના ફી અમદાવાદમાં વારે-તહેવારે કે પ્રસંગે થતી વિવિધ ખરીદીમાં પણ ઉછાળો નોધાઈ રહયો છે. જયાં સુધી મ્યુનિ. કોર્પોરેશનની લાગે-વળગે છે તો ફોર વ્હીલરનાં વેચાણથી તંત્રની તિજાેરી પણ છલકાઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦રર-ર૩ના છેલ્લ સાડા સાત મહીનાના ટુંકા સમયગાળામાં જ શહેરમાં ૪૦ હજાર જેટલાં ફોર વ્હીલર વેચાયાં હોઈ તેનાં આધારે ચોકકસપણે કહી શકાશે કે અમદાવાદમાંથી કોરોના ગાયબ થવાની સાથે સાથે મંદી પણ અદ્રશ્ય થઈ ગઈ છે.
કોરોનાકાળમાં લોકડાઉન સહીતનાં પરીબળોથી નોકરી-ધંધો સાવ ઠપ થઈ ગયાં હતાં. ચોતરફ મૃત્યુના ચિત્કારો ગુંજતા હોવાથી લોકો ભયભીત હતા. ખાનગી કંપનીઓએ ખર્ચ ઘટાડવા મોટા પાયે કર્મચારીઓની છટણી કરી હતી. ધંધો-રોજગાર ગુમાવી બેસવાથી લોકોના ચહેરા પરનું તેજ હણાઈ ગયું હતું.
છેક માર્ચ-ર૦ર૦ થી કોરોનાએ મચાવેલા ઉત્પાતથી અમદાવાદીઓ સ્તબ્ધ બન્યા હતા. તેની ફર્સ્ટ વેવ કરતાં સેકન્ડ વેવ વધુ ખતરનાક બની હતી. જાેકે ડીસેમ્બર-ર૦ર૧થી કોરોનાને પ્રકોપ હળવો બનતો ગયો હતો. કોરોનાના કેસ નોધાતા હતા. પરંતુ તે એટલો ઘાતક બન્યો નહોતો.
જયારે ચાલુનાણાંકીય વર્ષ ર૦રર-ર૩ ના પહેલા મહીનાથી એટલે કે એપ્રિલ-ર૦રરથી કોરોનાને લોકો ધીમે ધીમે ભુલવા લાગ્યા હતા. કાતીલ કોરોનાની કડવી યાદોને બદલે નોકરી-ધંધો ધમધમવા લાગતા અમદાવાદનું સામાન્ય જનજીવન થાળે પડી ગયું છે. શહેરમાં રાબેતા મુજબ પ્રવૃત્તિઓ ખીલી ઉઠતા મંદીમંદીની બુમો પણ હવે હવાઈ ગઈ છે. કેમ કે મ્યુનિ.તંત્રના વ્હીકલ ટેક્ષની આવકના સત્તાવાર આંંકડા ખાસ્સા એવા પ્રોત્સાહજનક છે.
આ આંકડા મુજબ અમદાવાદમાં તા.૧ એપ્રિલ-ર૦રર સુધી ૧૬ નવેમ્બર-ર૦રર સુધીના માત્ર સાડા સાત મહીનાના સમયગાળામાં કુલ ૩૯,૭૬૬ ફોર વ્હીલરનું વેચાણ થયું છે, જે ગત નાણાકીય વર્ષ ર૦ર૧-રરના આટલા જ સમયગાળામાં થયેલા ૩૦,૩૮૯ ફોર વ્હીલરના કુલ વેચાણ કરતાં ૯,૩૭૭ ફોર વ્હીલર વધુ વેચાયાં હોવાનું દર્શાવે છે.
ટુ-વ્હીલરનાં વેચાણમાં ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં ૧ એપ્રિલ ર૦ર૧થી ૧૬ નવેમ્બર-ર૦ર૧માં અમદાવાદમાં કુલ ૬પ,૭૬પ ટુ-વ્હીલર વેચાયાં હતાં. જયારે ચાલુ નાણાકીય વર્ષના આટલા જ સમયગાળામાં કુલ ૯૩,૪પ૧ ટુ-વ્હીલર વેચાયાં છે. એટલે કે ર૭,૬૮૬ ટુ વ્હીલર વધુ વેચાયા છે.
અમદાવાદ ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના વેચાણના આંકડા વધતા હોઈ સ્વાભાવિકપણે મ્યુનિ. તિજાેરીમાં આવકની વૃદ્ધિ નોધાઈ છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦રર-ર૩માં ૧ એપ્રિલથી ૧૬ નવેમ્બર-ર૦રર સુધીમાં તંત્રને વિહીકલ ટેક્ષથી કુલ રૂા.૧૧૪.૦પ કરોડથી આવક થઈ છે. જયારે ગત નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં તંત્રને આટલા સમયગાળામાં કુલ રૂા.૭૭.૧૧ કરોડની કમાણી થતાં તેમાં કુલ રૂા.૩૬.૯૪ કરોડની વૃદ્ધિ થઈ હોઈ શહેરના બજારમાં હવે તેજીની ચમક જાેવા મળે છે.