બારડોલીના ઉવા ગામે મહુવાના ઉમેદવારને ચાલુ સભાએ ભાગવાનો વારો આવ્યો!
બે ટર્મંથી ભાજપના ધારાસભ્ય મોહન ઢોડીયા ગ્રામજનોના રોષનો ભોગ બન્યા
બારડોલી, સુરત જીલ્લાના મહુવા વિધાન સભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સતત બે ટર્મથી ધારાસભ્ય મોહન ઢોડીયાએ ગ્રામજનોનો રોષ જાેઈ સભા અધવચ્ચેથી છોડીને ભાગી જવાનો વારો આવ્યો હતો!! ઉવા ગામેેેે નેશનલ હાઈવે નંબર પ૩ના સર્વિસ રોડ અને કટ બાબતે ગ્રામજનોએ તેમને ધેર્યા હતા.
હાલ વિધાનસભાની ચૂંટણીને લઈ અલગ અલગ પક્ષના નેતાઓ પ્રચાર માટે ગામેગામ જ રહ્યા છે.જે વિસ્તારમાં કામો ન થયા હોય એ વિસ્તારમાં લોકોના રોષનો ભોગ નેતાઓએ બનવુ પડ્યુ છે. માત્ર ચૂંટણીના સમયે જ દેખા દેતા આવા નેતાઓને ગ્રામજનોના રોષનો કારણે સ્થળ છોડીને ભાગી જવાના વારો આવ્યો હતો.
હવે નાગરીકો પણ જાણી ગયા છે કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. બાકી પાંચ વર્ષ ગુમ થઈ પૈસા બનાવવાના. ત્યારે આવી જ એક ઘટના મહુવાના વર્તમાન ધારાસભ્ય અને ઉમેદવાર એવા મોહન ઢોડીયા સાથે બનવા પામી હતી.
તેઓ બુધવારના રોજ તેમના મત વિસ્તારમાં પડતા બારડોલી તાલુકાના ઉવા ગામે તાલુકા ભાજપ પ્રમુખ જ્યંતિ પટેલ સાથેે પ્રચાર અર્થેે ગયા હતા. જયાં ગામના લોકોએ તેમનેેેે સ્થાનિક પ્રશ્નોને લઈને ઘેર્યા હતા.
ગ્રામજનોએ ઉવા ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે નંબર પપ પ૩ પર કટ અને સર્વિસ રોડની માંગણી પૂરી નહીં થઈ હોઈ, ભારે રોષ જાેવા મળ્યો હતો. મોહન ઢોડીયાએ આ મારા હાથમાં નથી કેન્દ્ર સરકારમાં આવેલુ હોઈ સાંસદનુૃ કામ છે અમ કહીને હાથ ઉંચા કરવાની કોેશિષ કરી રહ્યા હતા.
ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરતા મોહન ઢોડીયા બે હાથ જાેડી સભા છોડીને ભાગી ગયા હતા. આ વિડીયો સોશ્યલ મીડીયા પર ભારે ધુમ મચાવી રહ્યો છે. જેથી ભાજપ નેતાઓ પણ દોડતા થઈગયા છે.
જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે ઉવા ગામ નજીક કટ અને સર્વિસ રોડ નહીં બને તો જે તે સમયે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જાે કે જીલ્લા પંચાયતની ચિમકીનો પણ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ પર પણ અસર થઈ નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે નેશાલ હાઈવેે બન્યો ત્યારથી ગ્રામજનો કટ અને સર્વિસ રોડની માંગ કરતા આવ્યા છે. પણ તેમની આ માંગણી યેનકેન પ્રકારે પૂરી થઈ શકી નથી.