Western Times News

Gujarati News

‘ભારત જાેડો યાત્રા’ બેઠકમાં દૂર બેઠા મુખ્યમંત્રી ગેહલોત-પાયલોટ, વાતચીત પણ ન કરી

(એજન્સી)જયપુર, ૫મી ડિસેમ્બરે રાજસ્થાનમાં પ્રવેશનારી ‘ભારત જાેડો યાત્રા’ની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. આ સંદર્ભે રચાયેલી સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ Dy CM સચિન પાયલોટે ભાગ લીધો હતો. કોંગ્રેસ વોર રૂમમાં ભારત જાેડો યાત્રાના ૩૩ નેતાઓની સંકલન સમિતિની પ્રથમ બેઠક બોલાવવામાં આવી હતી. ‘Infighting’ heats between #Rajasthan CM Ashok Gehlot & Sachin Pilot

અહીં તમને જણાવી દઈએ કે, ગેહલોત અને પાયલોટ પહેલીવાર એકસાથે જાેવા મળ્યા હતા, જ્યારે ગેહલોત જૂથના ધારાસભ્યો દ્વારા ૨૫ સપ્ટેમ્બરે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠકના બહિષ્કારને કારણે રાજકીય હંગામો થયો હતો. ઘટનાના લગભગ બે મહિના પછી બંને એક જ જગ્યાએ હતા. જાે કે બંને નેતાઓ વચ્ચે તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ગેહલોત અને પાયલોટે એકબીજા સાથે કોઈ વાતચીત કરી ન હતી.

કોંગ્રેસની બેઠકમાં ગેહલોત અને પાયલોટની ખુરશી વચ્ચે અંતર હતું. પાયલોટ જ્યાં હરીશ ચૌધરીની બાજુમાં બેઠા હતા. ત્યાં જિતેન્દ્ર સિંહ એક તરફ અશોક ગેહલોત અને બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા બેઠા હતા. લગભગ ૧૨ વાગ્યે શરૂ થયેલી બેઠકમાં અશોક ગેહલોત મોડા પહોંચ્યા હતા. જ્યારે, સચિન પાયલોટ મીટિંગ સમાપ્ત થવાના અડધા કલાક પહેલા જ નીકળી ગયા હતા.

રાહુલ ગાંધીની મુલાકાતની તૈયારીઓના સંદર્ભમાં આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કોંગ્રેસ વોર રૂમમાં યોજાયેલી બેઠકમાં કમિટીના ૩૩ સભ્યોએ હાજરી આપી હતી. જાેકે, બધાની નજર અશોક ગેહલોત અને સચિન પાયલટ પર ટકેલી હતી.

રાજ્ય પ્રભારી અજય માકન, જેમણે હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે અને સંકલન સમિતિના સભ્ય પણ છે, તેઓ બેઠકમાં હાજર રહ્યા ન હતા. અજય માકને ૮ નવેમ્બરે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર મોકલીને રાજસ્થાનના પ્રભારી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

જાે કે હજુ અજય માકનનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે, ૨૫ નવેમ્બરના રોજ સંકલન સમિતિના સભ્યો મધ્યપ્રદેશ સરહદથી રાજસ્થાનમાં હરિયાણા સરહદ સુધીના ૫૨૭ કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કરશે.

આ દરમિયાન જાે કોઈ ખામી જણાય તો તેને તરત જ દૂર કરવામાં આવશે. ‘ભારત જાેડો યાત્રા’ રાજ્યના સાત જિલ્લાની ૧૮ વિધાનસભા બેઠકોને આવરી લેશે. તેમાં ઝાલાવાડની ઝાલરાપાટન, કોટાની રામગંજ મંડી, લાડપુરા, કોટા ઉત્તર અને દક્ષિણ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.