Western Times News

Gujarati News

આ કારણસર રાજ્યપાલને પદ છોડવુ પડશે? બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

(એજન્સી)મુંબઇ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ફરી એકવાર પોતાના નિવેદનના કારણે મુશ્કેલીમાં જાેવા મળી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ પર આપવામાં આવેલા નિવેદનથી મહારાષ્ટ્રમાં લગભગ તમામ પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો તેમના વિરુદ્ધ ભડક્યા છે.

તેમણે ડો.બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના કાર્યક્રમમાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના આદર્શ છે, આજના આદર્શ નીતિન ગડકરી છે. જેને લઈને મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં તેમની વિરુદ્ધ ફોજદારી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.

આ પીઆઈએલમાં રાજ્યપાલને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે કોશ્યારી પાસેથી મેન્ટલ ફિટનેસ સર્ટિફિકેટ માંગવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દીપક જગદેવ નામના વ્યક્તિએ એડવોકેટ નીતિન સાતપુતે મારફત આ અરજી દાખલ કરી છે. આ અરજી પર ટૂંક સમયમાં સુનાવણી થવાની શક્યતા છે.

આ પીઆઈએલમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્યપાલ કોશ્યારી તેમના વિવાદાસ્પદ નિવેદનોથી સમાજમાં શાંતિ અને એકતાને ભંગ કરવાનું કામ કરી રહ્યા છે. ક્યારેક તેઓ છત્રપતિ શિવાજી મહારાજ વિશે તો ક્યારેક મહાત્મા ફુલે વિશે તો ક્યારેક સાવિત્રીબાઈ ફૂલે વિશે અપમાનજનક નિવેદનો કરતા રહ્યા છે. તેથી જ રાજ્યપાલને પદ પરથી હટાવવાની વાત કહેવામાં આવી છે. હવે જાેવાનું એ રહેશે કે કોર્ટ આ મામલે શું ર્નિણય આપે છે.

આ દરમિયાન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તેઓ ૨૪ અને ૨૫ નવેમ્બરે દિલ્હીમાં રહેશે. દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓ કોને મળશે તેના પર સૌની નજર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.