Western Times News

Gujarati News

અભિનેત્રી તાપસી પન્નુએ શેર કર્યુ Blurrનો ફર્સ્ટ લૂક

મુંબઈ, તાપસી પન્નૂએ પોતાના ફેન્સને તેણીના ફેન્સ સાથે આવનારી સાઇકોલોજીકલ થ્રિલર બ્લરનો પહેલો લુક શેર કર્યો છે. તાપસીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની રિલીઝ ડેટની પણ ઘોષણા કરી છે. તાપસીની આવનારી ફિલ્મ આ વર્ષે ૯ ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મના ફર્સ્ટ લુકમાં, એક ડરેલી તાપસી કેમેરાની તરફ જાેઈ રહી છે, જાેકે એક બીજી તાપસી ડરામણા લુકમાં જાેવા મળી રહી છે.

તેના ચહેરો જાણે ઝાંખો થવા લાગે છે, આમ તો તાપસીની આંખોની રોશની જતી હોય તેવુ જાેવા મળી રહ્યુ છે. તાપસીએ મોશન પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે, જે દેખાય છે, તેનાથી હંમેશા કંઈક વધારે હોય છે! ‘બ્લર’નું પ્રીમિયર ૯ ડિસેમ્બરે ઝી૫ પર થશે.

બ્લરની સ્ટોરી એક મહિલાની આસપાસ બનાવવામાં આવેલી છે અને તેના સંઘર્ષોને બતાવવામાં આવી રહ્યા છે કે, કેવી રીતે તે પોતાની તકલીફોનો સામનો કરે છે.

આ ફિલ્મ તાપસીના પાત્ર ગાયત્રીની વિશે છે, જે પોતાની જુડવા બહેનની મોતની તપાસ કરવાનો પ્રયત્ન કરતા ધીરે-ધીરે પોતાની દ્રષ્ટિ ખોવા લાગે છે. અજય બહલ દ્વારા ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું પ્રિમીયર હિન્દીમાં ઝી૫ પર થશે અને આ ફિલ્મમાં ગુલશન દેવૈયા પણ હશે.

‘બ્લર’ને અજય બહલ અને પવન સોનીએ લખી છે. ફિલ્મ વિશે વાત કરતા, તાપસીએ એક નિવેદનમાં કહ્યુ હતું કે, ‘આંખો પર પાટો બાંધીને લગભગ અડધી ફિલ્મ શૂટ કર્યા બાદ ઘણી બધી યાદો અને અસલ ઈજા ઘરે પાછી લઈ જઈ રહી છું, જેણે મને સ્પષ્ટ દ્રષ્ટિને વધારે મહત્વ આપવાનું શીખવ્યુ છે. તાપસી પાસે બ્લર સિવાય રાજકુમાર હિરાનીની અપકમિંગ ફિલ્મ ડંકી પણ છે. ફિલ્મમાં તે શાહરુખ ખાન સાથે જાેવા મળશે. આ ફિલ્મ ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ રિલીઝ થવા માટે તૈયાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.