Western Times News

Gujarati News

૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષી

નવી દિલ્હી, દરેક વ્યક્તિમાં કોઈને કોઈ પ્રતિભા હોય છે. તેના આધારે, વ્યક્તિ પોતાના માટે એક પદ પ્રાપ્ત કરે છે. કોઈ સારું ગાય છે, સારું વગાડે છે અથવા કોઈ અભ્યાસ ખૂબ સારી રીતે સમજે છે. કેટલાક લોકો પોતાના વિચિત્ર શોખના જાેરે નામ કમાય છે તો કેટલાક લોકો અજીબોગરીબ કામ કરીને.

જાે કે, પ્રતિભા ફક્ત માણસોમાં જ નથી, પરંતુ પશુ-પક્ષીઓમાં પણ છે, જેના આધારે તેઓ પોતાનું નામ પ્રખ્યાત કરી શકે છે. મજબૂત પાંખો ધરાવતા આવા જ એક પ્રતિભાશાળી પક્ષીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જીત્યો છે. ૫ મહિનાના એક પક્ષીએ અલાસ્કાથી ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા સુધી હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. તે ૧૧ વાગ્યા સુધી સતત ઉડતો રહ્યો અને વચ્ચે ક્યાંય રોકાયો નહીં.

હવે આટલી લાંબી સતત ઉડાનનો રેકોર્ડ તેના નામે નોંધાયો છે. પોતે શું કર્યું છે એ પક્ષીને કદાચ ખબર નહીં હોય, પરંતુ તે લાઇમલાઇટમાં આવી ગયું છે.

બાર-ટેઈલ ગોડવિટ નામના આ પક્ષીએ ૧૩ ઓક્ટોબરે અલાસ્કાથી ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા સુધી ઉડાન ભરી હતી અને ૨૫ ઓક્ટોબરે તેને પૂર્ણ કર્યું હતું. તેણે ૧૧ દિવસ સુધી સતત ઉડાન ભરી અને ૧૩ હજાર ૫૬૦ કિલોમીટરનું અંતર કાપ્યું. પક્ષીની પીઠ પર એક સેટેલાઇટ ટેગ મૂકવામાં આવ્યો હતો, જેના દ્વારા તેને ટ્રેક કરવામાં આવ્યો હતો.

આ પક્ષી સતત ઉડાન ભરીને ઓશનિયા, વનુઆતુ અને ન્યુ કેલેડોનિયાના ટાપુઓ પાર કરીને તાસ્માનિયામાં ઉતર્યું. ૫ય્ ટેગ દ્વારા તેની ઉડાનને ટ્રેક કર્યા બાદ તેના નામે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો.

એવું નથી કે બાર-ટેઈલ ગોડવિટ પ્રજાતિના પક્ષીએ કોઈ રેકોર્ડ નોંધાવ્યો હોય. તેઓ તેમની લાંબી ઉડાન માટે પ્રખ્યાત છે અને વર્ષ ૨૦૨૦માં પણ ૧૧ દિવસમાં આ પ્રજાતિના એક પક્ષીએ ૧૨ હજાર કિલોમીટર સુધી સતત મુસાફરી કરી હતી. આ પક્ષી અલાસ્કાથી ઉડીને ન્યુઝીલેન્ડ પહોંચ્યું હતું. વર્ષ ૨૦૨૧માં પણ આ પક્ષી ૧૩ હજાર ૫૦ કિલોમીટર સુધી સતત ઉડતું રહ્યું અને પછી નીચે ઉતર્યું.

આ પક્ષીઓ ઉડાન દરમિયાન કશું ખાતા કે પીતા નથી. તેમનું વજન ૨૫૦ થી ૪૫૦ ગ્રામ સુધીની હોય છે અને પાંખોની પહોળાઈ ૭૦ થી ૮૦ સે.મી. તેમની પ્રજાતિ ઓ ફક્ત અલાસ્કામાં જ જાેવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.