Western Times News

Gujarati News

મમ્મી બાદ મુસ્કાનના ભત્રીજાને લોકોએ કહ્યો મિડલ ક્લાસ

મુંબઈ, અનુપમાની એક્ટ્રેસ મુસ્કાન બામણે છેલ્લા થોડા સમયથી પોતાના પાત્રને લઈને ટ્રોલ થઈ રહી છે. પાખીનું પાત્ર જે પ્રકારે આકાર લઈ રહ્યું છે તે જાેતાં લોકો મુસ્કાનને ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં જ મુસ્કાને ઈન્સ્ટાગ્રામ પર પોતાના પરિવાર સાથે તસવીર શેર કરી હતી.

પરંતુ કેટલાક લોકોએ મુસ્કાનની મમ્મીને ‘મિડલ ક્લાસ’ કહી હતી. જેથી મુસ્કાન બામણેનો પિત્તો ગયો હતો. તેણે આ કોમેન્ટનો સ્ક્રીનશોટ લઈને ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો. સાથે જ લોકોને સલાહ આપી હતી કે, તેના રિયલ અને રીલ લાઈફ પરિવાર વચ્ચેનો ભેદ ઓળખતા શીખે.

મુસ્કાન બામણેએ આ ઘટનાની ચર્ચા હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કરી છે. તેણે કહ્યું, “સાચું કહું તો મેં મારા ફેમિલી ફોટો પર આ પ્રકારની કોમેન્ટની અપેક્ષા નહોતી રાખી. લોકો આ રીતે કેમ વર્તન કરે છે? તેમણે શબ્દોનો ઉપયોગ કરતાં પહેલા થોડું ધ્યાન રાખવું જાેઈએ.

અંગત જીવન પર આ કોમેન્ટ અયોગ્ય છે. તમને તમારો અભિપ્રાય આપવાનો હક છે જાે એ મારા પાત્રને લગતું હોય. લોકો આવું કરે પણ છે અને તેની સામે મને વાંધો નથી.

પરંતુ હું શોમાં જે પાત્ર ભજવું છું તેને મારા અંગત જીવન કે પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી. તો તમે એમને વચ્ચે કઈ રીતે ઢસડી શકો અને મા માટે મિડલ ક્લાસ જેવા શબ્દો કઈ રીતે વાપરી શકો. આ અસંવેદનશીલ છે. મુસ્કાને આગળ કહ્યું કે, લોકો સીરિયલ સાથે લાગણીથી જાેડાય છે અને તે આ વાત સમજે છે.

પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે, અમે એક્ટર્સ છીએ. તેણે આગળ કહ્યું, “લોકો એ વાત નથી સમજતાં કે હું અસલ જિંદગીમાં જે પાત્ર ભજવું છું તેવી નથી. દર્શકોએ રિયલ અને રીલ લાઈફની તુલના કરવી ના જાેઈએ. આ જ કારણે મને લાગ્યું કે મારે અવાજ ઉઠાવવા જાેઈએ.

લોકો સુધી ખોટો સંદેશ જઈ રહ્યો છે એટલે બોલવું જરૂરી હતું. મુસ્કાને દાવો કર્યો છે કે, તે ભાગ્યે જ કોમેન્ટ વાંચે છે પરંતુ આ ઘટના પછી તે વધુ સતર્ક થઈ છે. તેણે કોમેન્ટ જાેવાનું શરૂ કર્યું તો તેને જાણવા મળ્યું કે, તેણે ભત્રીજા સાથે જે વિડીયો શેર કર્યો હતો તેના પર પણ લોકોએ ખરાબ ટિપ્પણી કરી હતી. “મિડલ ક્લાસ બાળક છે, તેવી ટિપ્પણી લોકોએ કરી હતી. જાેકે, હું મારે જે પોસ્ટ કરવું હશે તે કરતી રહીશ.

તેમને જે કહેવું હોય તે કહે. આ મારું સોશિયલ મીડિયા અકાઉન્ટ છે અને જે શેર કરવું હશે તે કરીશ. હું આ ઈન્ડસ્ટ્રીનો ભાગ છું અને ટ્રોલિંગ અહીં સામાન્ય છે. એટલે મારે તેનો સામનો કરવો જ પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.