Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચને પુરુષોને સલાહ આપી

મુંબઈ, ક્વિઝ આધારિત રિયાલિટી શૉ કૌન બનેગા કરોડપતિની અત્યારે ૧૪મી સિઝન ચાલી રહી છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચનનો અંદાજ લોકોને ખૂબ પસંદ આવે છે. તે પ્રશ્નોની સાથે સાથે કન્ટેસ્ટન્ટ સાથે રસપ્રદ સંવાદ પણ કરે છે. તે હોટ સીટ પર બેઠેલી વ્યક્તિના જીવન વિશે જાણવાનો પ્રયત્ન કરે છે અને સાથે જ પોતાના અંગત જીવનને લગતા રસપ્રદ કિસ્સા પણ શેર કરતા હોય છે.

ઘણીવાર તે સેટ પરના, કોઈ ફિલ્મને લગતા અથવા તો પરિવારને લગતા કિસ્સા દર્શકોને કહેતા હોય છે. ઘણીવાર તે બાળપણની યાદોને પણ વાગોળે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ગેમ દરમિયાન તમામ પરિણીત પુરુષોને એક સલાહ આપી હતી.

અમિતાભ બચ્ચને પુરુષોને સલાહ આપી કે જ્યારે વાત ખોરાકની હોય ત્યારે પત્નીના ર્નિણયો પર પ્રશ્નો ના કરવા જાેઈએ, તેમના ર્નિણય શ્રેષ્ઠ હોય છે. હોટ સીટ પર બેઠેલા કન્ટેસ્ટન્ટ બિરેને અમિતાભ બચ્ચનને કહ્યું કે, તેની પત્ની તેના ખાણીપીણી પર ખૂબ નિયંત્રણ રાખે છે.

ત્યારપછી બિરેને અમિતાભ બચ્ચનને યાદ અપાવ્યું કે તે પણ ફૂડી છે. અને ત્યારપછી દર્શકોને કૌન બનેગા કરોડપતિની ૧૩મી સિઝનનો એક વીડિયો બતાવવામાં આવ્યો જેમાં અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન અને દોહિત્રી નવ્યા નવેલી નંદા મહેમાન તરીકે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જે એપિસોડનો વીડિયો દર્શકોને બતાવવામાં આવ્યો ત્યારે જયા બચ્ચન પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જાેડાયા હતા. જયા બચ્ચને ત્યારે કહ્યુ હતું કે, જ્યારે હું અમિતજીને પૂછુ છું કે તમે શું ખાશો તો એ મને કહેશે કે તમને જે મન હોય તે આપી દો.

પછી હું જ્યારે પૂછું કે રોટલી આપું, સૂપ કે વડા પાવ. તો તેમને આ ત્રણમાંથી એક પણ વસ્તુ નહીં જાેઈતી હોય. તેમને રોટલી ખાવી નથી, સૂપ તેમના માટે બોરિંગ છે અને વડા પાવથી પેટ ખરાબ થઈ જશે. અને પછી અંતમાં ફરી એવુ જ કહેશે કે કંઈ પણ ચાલી જશે.

વીડિયો જાેયા પછી અમિતાભ બચ્ચને કહ્યું કે, સર જુઓ, પત્ની વિશે વધારે ઉતાર-ચઢાવ કરવાની જરૂર નથી, તે જે પણ કહે ચૂપ ચાપ માની લેવું જાેઈએ.

રીંગણ ના મળે, ભીંડા ના મળે અથવા બટેકા ના મળે, ચૂપ ચાપ માની લેવું જાેઈએ. બાળકો માટે શું યોગ્ય છે તે જાેવાની વાત છે. એક માતા પોતાના બાળકનું ખૂબ ધ્યાન રાખે છે. કૌન બનેગા કરોડપતિ સિવાય પણ અમિતાભ બચ્ચન ઘણાં પ્રોજેક્ટમાં વ્યસ્ત રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.