CCTV ફૂટેજની મદદથી બાળકીને ટક્કર મારી ભાગી જનાર કાર માલિકની અટકાયત
અમદાવાદ, શહેરમાં જેમ-જેમ વાહનો વધી રહ્યા છે તેમ-તેમ અકસ્માતો પણ વધી રહ્યા છે. રોડ પર જતાં લોકોને જાણે કે જીવનું જાેખમ પળે-પળે હોય એમ લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલિસે એક એવા કારચાલકની અટકાયત કરી છે જેણે ૩ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી હતી.
ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવા માટે હુકમ કરતા એ ડિવિઝન ટ્રાફિક પોલીસે એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
જેમાં ફરિયાદી મુકેશભાઈ મુનેચાની ફરિયાદના આધારે ફરિયાદી તથા તેમની પત્ની આરતીબેન તેમની ત્રણ વર્ષની દીકરી કોમલ તથા દોઢ વર્ષનો દીકરો જીગરને પેડલ રિક્ષામાં બેસાડી પેડલ રીક્ષા દોરીને ઘાટલોડિયા ચાણક્યપુરી જનતાનગર રેલવે ફાટક ક્રોસ કરીને જાહેર રોડ ઉપરથી પસાર થતા હતા.
ત્યારે પેડલ રિક્ષામાંથી પાણીની બોટલ રોડ ઉપર નીચે પડી જતા ફરિયાદીની દીકરી ત્રણ વર્ષની કોમલ પાણીની બોટલ લેવા માટે રીક્ષાની જમણી બાજુના ભાગેથી નીચે ઉતરી હતી. તે વખતે પાછળના ભાગેથી જનતાનગર રેલવે ફાટક તરફથી એક ગાડીના ચાલકે ગાડી પુરઝડપે ચલાવી ત્રણ વર્ષની કોમલને ઈજાઓ પહોંચાડી હતી.
બાળકી કોમલના શરીરને છાતીના ભાગે તથા પેટના ભાગે ગાડીનું આગળનું ટાયર ચઢાવી દઈ આરોપીએ અકસ્માત કર્યો હતો અને થોડા સમયમાં જ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનામાં આરોપી ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ ટ્રાફિક પોલીસે અમદાવાદ રેલવેના સીસીટીવી ફૂટેજ મેળવી ફૂટેજમાં અર્ટીકા ગાડીનો નંબર મેળવી પોકેટ કોપ મોબાઈલ દ્વારા સર્ચ કરી રમેશભાઈ દેસાઈ નામના કાર માલિકની અટકાત કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી તે સમયે ક્યાંથી આવ્યો હતો ક્યાં જતો હતો અમે કેવા સંજાેગોમાં અકસ્માત કર્યો હતો, એ સમગ્ર બાબતે ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.SS1MS