દારૂના ધંધાર્થીઓ પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો
(એજન્સી)ચોટીલા, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોય, ત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોવાના પગલે દેશી દારૂ વેચાણ ઉપર સિટી પોલીસ સતત દરોડા પાડી રહી છે અને કાર્યવાહી પણ હાથ ધરી રહી છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ જે બનાવ બન્યો તે પોલીસ કામગીરી સામે પણ સવાલો ઊભા કરી રહ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર સીટી પોલીસ નવા જકશન રોડ ઉપર આવેલ ડી કેબીન પાસે દારૂ વેચાણ અંગે દરોડા પાડવા ગઈ હતી. તે દરમિયાન પોલીસ દ્વારા દારૂનો જથ્થો અને બુટલેગરને ઝડપી પાડવામાં આવી હતી.ત્યારે મહિલા બુટલેગરને ઝડપી લઇ અને કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી હતી.
તે દરમિયાન સામેથી આવેલા ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી.ચૌધરી તથા તેમની સાથે રહેલા સ્ટાફને ઇજાઓ પહોંચી હતી. સુરેન્દ્રનગર સીટી પોલીસમાં ફરજ બજાવતા ૦૭ કર્મચારીઓને નાની મોટી ઇજાઓ પહોંચતા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસે આ મામલે ૧૮ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી ૧૨ની અટકાયત કરી લીધી છે.સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ ઉપર આવેલી ડી કેબિન નજીક દારૂ વેચાણ થતા હોવાની વાતની મળતા સીટી પોલીસ મથકના પી.આઇ. એમ.ડી.ચૌધરી અને આઠ જેટલા પોલીસ કર્મીઓ દેશી દારૂ ઉપર દરોડા પાડવા માટે ડી-કેબીન નજીક ગયા હતા,
તે દરમિયાન બુટલેગર ફાતિમા જેડાની અટકાયત કરવામાં આવી હતી. અને મુદ્દામાલ જપ્ત કરી પોલીસ નિકળી રહી હતી, તે દરમિયાન ટોળું પાછળથી આવી અને પોલીસ ઉપર હુમલો કરી અને ટોળું પોલીસ કર્મીઓ ઉપર બોથડ પદાર્થના માર મારવામાં તૂટી પડ્યું હતુ.
અને આ ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં સાત જેટલા પોલીસ કર્મીઓને નાની મોટી ઇજાઓ પણ પહોંચી હતી. જાે કે, આ મામલે સીટી પોલીસ દ્વારા મધરાત્રીએ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર નવા જંકશન રોડ ઉપર આવેલ ડી કેબિન નજીક દેશી દારૂના વેચાણ ઉપર સીટી પોલીસ દરોડા પાડવા ગઈ હતી. તે દરમિયાન પીઆઇ સહિતના સ્ટાફ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.