Western Times News

Gujarati News

ર૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં ‘નોટા’ એ ૩૦ સીટોનો ખેલ બગાડયો

નોટા મામલે સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, ચૂંટણીમાં ઉમેદવારોની હારજીતનો ફેંસલો તેમને મળતા મત કરતા હોય છે. જાે કે ગત ચૂંટણીના પરિણામો દેખાડે છે કે NOTAને મળેલા મતે ઘણા ઉમેદવારોની બાજી બગાડી હતી. સામાન્ય રીતે અપક્ષ ઉમેદવાર કોઈપણ પાર્ટીનો ખેલ બગાડી શકે છે તેવી ચર્ચા થતી હોય છે. પરંતુ ૨૦૧૭ની ચૂંટણીમાં અપક્ષો ની સાથે સાથે ર્દ્ગં્‌છ એ પણ ભાજપ અને કોંગ્રેસના ખેલ ખરાબ કર્યા હતા.

૨૦૧૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત નોટાનો અમલ થયો હતો. જેમાં ભાજપ સતત ૬ઠ્ઠી વખત વિજયી બનીને ઉભરી રહી હતી. NOTA ને ગુજરાતમાં મતોનો નોંધપાત્ર હિસ્સો (૧.૮%) મળ્યો, જે બીજેપી અને કોંગ્રેસને બાદ કરતા અન્ય કોઈપણ પક્ષ કરતાં વધુ છે.

તેના પરિણામે NOTA માટેના મતોની સંખ્યા ૩૦ બેઠકો પર જીતના માર્જિન કરતાં વધુ હતી. આ ૩૦ બેઠકોમાંથી ૧૫ ભાજપને, ૧૩ કોંગ્રેસને અને બાકીની ૨ બેઠકો અપક્ષને ગઈ. બંને જગ્યાએ ભાજપ બીજા ક્રમે હતો જ્યાં અપક્ષ જીત્યા હતા. તેથી અસરમાં, ભાજપ અને કોંગ્રેસ બંનેએ ૧૫-૧૫ બેઠકો ગુમાવી જ્યાં NOTAએ જીતના માર્જિન કરતાં વધુ મતદાન કર્યું.૧૫ બેઠકો ભાજપે જીતી હતી ભાજપે જીતેલી ૧૫ બેઠકોમાંથી જ્યાં NOTA એ વિજયના માર્જિન કરતાં વધુ મતદાન કર્યું હતું,

NOTA મત અને માર્જિનમાં તફાવત સાત મતવિસ્તારમાં ૧૦૦૦ કરતાં વધુ અને બાકીની આઠ બેઠકોમાં ૫૦૦ કરતાં ઓછો હતો. આ તફાવત ગોધરામાં સૌથી મોટો હતો જ્યાં વિજયનું માર્જિન માત્ર ૧૫૮ મત હતું જ્યારે ર્દ્ગં્‌છને ૩૦૫૦ મત મળ્યા હતા. ધોળકામાં પણ જીતનું માર્જીન માત્ર ૩૨૭ હતું જ્યારે NOTAમાં ૨૩૪૭ મતદાન થયું હતું.

૨૦૧૭ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં NOTA ને ૧.૮% મત મળ્યા હતા. ચૂંટણીમાં હાર જીત માટે એક એક મત જ્યારે નિર્ણાયક સાબિત થાય છે, ત્યારે નોટા ઘણા ઉમેદવારોની બાજી બગાડી ચૂક્યું છે. જેમ કે ૨૦૧૭ની ચૂંટણીમાં ૨૭ બેઠકો પર ઉમેદવારો ત્રણ હજારથી ઓછા મતે હાર્યા હતા.

૨૦૧૭માં રાજ્યમાં ૫ લાખ ૫૧ હજાર ૫૯૪ મતદારોએ નોટાને વોટ આપ્યો હતો. કાૅંગ્રેસના ૧૬ ઉમેદવારો ત્રણ હજારથી ઓછા મતે હાર્યા હતા. એક હજાર કે તેથી ઓછા મતના માર્જિન સાથે હારનારા કાૅંગ્રેસના ચાર ઉમેદવાર હતા. ૨૦૧૭માં નોટાને રાજ્યમાં કુલ ૧.૮૪ ટકા મત મળ્યા હતા.

જાે નોટા કોઈ પક્ષ હોત તો તે સૌથી વધુ મત મેળવનારો ત્રીજાે પક્ષ હોત. જાે કે આ આંકડા સાથે નોટાએ ભાજપ-કોંગ્રેસનાં ઘણા ઉમેદવારોની જીતના સપના રોળી નાંખ્યા હતા. નોટા તેમના માટે વિલન સાબિત થયું હતું.નોટાની અસર જાેયા બાદ એક વાત સ્પષ્ટ છે કે મતદારોએ આ વિકલ્પનો ઉપયોગ સમજી વિચારીને કરવો જાેઈએ. કેમ કે નોટા પણ એક વોટ છે.

જે નિર્ણાયક સાબિત થાય છે. દેશમાં નોટાનો અમલ થયા બાદ સૌથી વધુ ર.૮૪ ટકા વોટ બિહારમાં પડ્યા હતા જયારે ત્યારબાદ ગુજરાતની ચુંટણીમાં ૧.૮૦ ટકા વોટ નોટામાં નોંધાયા હતાં આમ નોટા મામલે ગુજરાત બીજા ક્રમે છે. ત્યારબાદ બિહારમાં ર૦ર૦માં ૧.૯૮ ટકા વોટ નોંધાયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.