Western Times News

Gujarati News

અમદાવાદના દક્ષિણ ઝોનના આ વોર્ડમાં કુલ 1.66 લાખ લોકોએ વેક્સિનનો બીજાે ડોઝ લીધો નથી

બહેરામપુરા, દાણીલીમડા, વટવા, ઈસનપુરના લોકો વેક્સિનનો બીજાે ડોઝ લેવામાં ઉદાસીન

(એજન્સી) અમદાવાદ, માર્ચ- ર૦ર૦થી કોરોના મહામારીએ અમદાવાદ સહિત ગુજરાત અને દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. કોરોનાની ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવમાં હજારો લોકોનો કોરોનાએ ટપોટપ ભોગ લીધો હતો. અમદાવાદમાં પણ કોરોનાના આતંકથી લોકો ભયભીત બન્યા હતા, પરંતુ હવે કોરોનાએ વિદાય લીધી છે અને

શહેરનું સામાન્ય જનજીવન ધબકી ઉઠયું છે. જાેકે હજુ પણ કોરોનાના છુટાછવાયા કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ આવા કેસ ઘાતક ન હોઈ નાગરિકો ચિંતિત થતા નથી. બીજી તરફ કોરોના સામેની લડતમાં વેક્સિનેશન અસરકારક ઉપાય પુરવાર થયો હતો.

આ બાબતને તબીબોએ પણ સમર્થન આપ્યું છે કે કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારાઓએ કોરોનાને મહદ્‌અંશે હંફાવ્યો છે, પરંતુ કોમોર્બિડ કન્ડિેશન ધરાવતા દર્દીઓ પેૈકી અનેક દર્દીઓ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના સામેનો જંગ હારી ગયા હતા. તેમ છતાં વેક્સિનના ડબલ ડોઝની અનિવાર્યતા કોરોનાને પરાસ્ત કરવા માટે મહત્વપૂર્ણ છે,

જાેકે દક્ષિણ ઝોનના બહેરામપુરા, દાણીલીમડા, વટવા, ઈસનપુર અને લાંભા જેવા વોર્ડના લોકોએ તો એક અથવા બીજા કારણસર લાંબા સમયથી વેક્સિન સામે મોં ફેરવી લીધું છે. દક્ષિણ ઝોનના લોકોની વેક્સિનેશન માટેની ઉદાસીનતા આંખે ઉડીને વળગે તેવી છે.

તા.૧ નવેમ્બર, ર૦રરની સ્થિતિએ તંત્ર દ્વારા શહેરમાં કોરોના વેક્સિનના ૧.૧પ કરોડથી પણ વધુ ડોઝ લોકોને અપાયા છે, કોરોનાનો ફર્સ્ટ ડોઝ પપ,૩૪,પર૮ લોકોએ લીધો છે તો પ૦,ર૪,ર૯૮ લોકોએ સેકન્ડ ડોઝ લીધો છે. વેક્સિનનો થર્ડ ડોઝ પણ કુલ ૧૦,ર૮,૩૮૪ લોકોને તંત્રે આપ્યો છે. કોરોના સામે લડત આપવા મ્યુનિ. તિજાેરીમાંથી કુલ રૂ.૧૦૩પ કરોડ ખર્ચાયા છે તેમ તંત્રના સત્તાવાર આંકડા દર્શાવી રહ્યા છે.

અમદાવાદમાં કોરોનાનો હવે નામોલ્લેખ પણ ક્યાંય થતો નથી, પરંતુ છેક જાન્યુઆરી- ર૦રરથી લોકો કોરોના સામે બેદરકારક બની ગયા છે, તેમાંય વેક્સિનેશનથી તો લોકોએ મોં ફેરવી લીધું છે. પરિણામે વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લેનારાઓએ તેનો સેકન્ડ ડોઝ લેવાનું ટાળ્યું છે.

તંત્રના સેકન્ડ ડોઝથી વંચિત રહેનારા લોકોની રર નવેમ્બરની સત્તાવાર યાદી સ્પષ્ટપણે દર્શાવે છે કે અમદાવાદીઓ અને તેમાં પણ દક્ષિણ ઝોનના નાગરિકોએ સેકન્ડ ડોઝ લેવાના મામલે પૂરેપૂરી ઉદાસીનતા દાખવી છે.

સમગ્ર શહેરમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૧,૬૬,૯૩૮ લોકોએ વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો છે એટલે કે બહેરામપુરા, દાણીલીમડા, વટવા, ઈસનપુર, લાંભા, મણિનગર, ખોખરા અને ઈન્દ્રપુરી વોર્ડના નાગરિકો તેમની વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવા ઉમળકા સાથે આગળ આવ્યા નથી.

દક્ષિણ ઝોન બાદ પૂર્વ ઝોનના નાગરિકો વેક્સિનનો સેકન્ડ ડોઝ લેવામાં ઉદાસીન પુરવાર થયા છે. આ ઝોનના ગોમતીપુર, અમરાઈવાડી, ભાઈપુરા, હાટકેશ્વર, ઓઢવ, વસ્ત્રાલ, વિરાટનગર, નિકોલ અને રામોલ-હાથીજણના નાગરિકો સેકન્ડ ડોઝ લેવામાં નિષ્ક્રિય રહેવાથી કુલ ૧,પપ,૩૪પ લોકો સેકન્ડ ડોઝથી હજુ પણ વંચિત છે.

જયારે ઉત્તર ઝોનના કુલ ૧,પ૧,પપ૯ લોકોએ વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો નથી. એટલે નરોડા, કુબેરનગર, સરદારનગર, સૈજપુરબોઘા, બાપુનગર, ઠક્કરબાપાનગર અને સરસપુર- રખિયાલ વોર્ડમાં પણ વેક્સિનેશન માટે લોકોમાં ખાસ જાગૃતિ નજરે પડી નથી.

જાેકે કોટ વિસ્તાર સહિતનો વિસ્તાર ધરાવતા મધ્ય ઝોનમાં તંત્રના ચોપડે સેકન્ડ ડોઝથી વંચિત રહેનારા લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી એટલે કે ૬ર,૬પ૭ છે. કોટ વિસ્તારમાં અમુક લોકોએ તો એક સમયે કોરોનાના ટેસ્ટિંગ સામે પણ ભારે હોબાળો મચાવ્યો હતો, પછીથી કોરોનાની ગંભીરતાનો ખ્યાલ આવવાથી તંત્ર માટે કોટ વિસ્તારમાં કોરોના વેક્સિનેશનનું અભિયાન થોડું સરળ બન્યું છે.

એ જે હોય તે, હવે તો તંત્ર પણ કોરોના વેક્સિનેશનમાંથી રિવસ ઓવર થઈને બાળકોના વેક્સિનેશન માટે ગંભીર બન્યું છે એટલે રોજના ર૦૦-૩૦૦ નાગરિક પણ કોરોના વેક્સિન લેવા આવતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.