જોબ પ્લેટફોર્મ મોન્સ્ટર હવે ફાઉન્ડઇટ તરીકે ઓળખાશે
· નોકરીવાંચ્છુઓ અને રિક્રુટર્સ (નોકરીદાતાઓ) માટે ઘરઘરમાં જાણીતું નામ મોન્સ્ટર હવે ભારત, SEA અને ગલ્ફનાં બજારોમાં ફાઉન્ડઇટ.ઇન તરીકે ઓળખાશે
foundit.in આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ હશે, જે અંગત ભલામણો, મોબાઇલ-ફર્સ્ટ UIથી ઓફર કરશે અને તે ભરતીની પ્રક્રિયામાં કાર્યક્ષમતા લાવશે
બેંગલુરુ, ભારતના અગ્રણી જોબ સર્ચ પોર્ટલ Monster.com એ આજે સંપૂર્ણ કક્ષાની ટેલેન્ટ મેનેજમેન્ટ ફર્મમાં પરિવર્તિત થઈને મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આજથી મોન્સ્ટર નવા લોગો અને વિઝન સાથે તરીકે ‘foundit.in’ ઓળખાશે અને આ સાથે તેણે જોબ માર્કેટમાં નવી ક્રાંતિ સર્જી છે.
2018માં APAC અને ME માર્કેટ્સમાં ક્વેસ કોર્પ દ્વારા એક્વિઝિશન બાદ મોન્સ્ટર 18 દેશોમાં આશરે 10,000 ગ્રાહકો અને સાત કરોડથી વધુ નોકરીવાંચ્છુઓને સેવા પૂરી પાડી રહી છે. કંપની હવે એન્ડ-ટુ-એન્ડ ટેલેન્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ તરીકે પરિવર્તિત થઈ રહી છે ત્યારે તે ભારત, SEA અને અખાતી દેશોમાં રિક્રુટર્સ (નોકરીદાતાઓ)ને વ્યાપક ઉકેલ અને નોકરીવાંચ્છુઓને અત્યંત વ્યક્તિગત અને સંદર્ભિત પરિણામ આપશે. આ પરિવર્તન યોગ્ય પ્રતિભાને યોગ્ય તકો સાથે જોડવાનાં કંપનીનાં મિશન સાથે સુસંગત છે.
નવી બ્રાન્ડ ખુલ્લી મૂકવાના પ્રસંગે બોલતા ફાઉન્ડઇટ.ઇન (અગાઉ મોન્સ્ટર)ના સીઇઓ સેખર ગારિસાએ જણાવ્યું હતું કે, “વિવિધ સેક્ટર્સમાં ટેકનોલોજી એ મહત્વનો વિક્ષેપ રહ્યો છે અને ટેલેન્ટ એક્વિઝિશન સેક્ટર તેમાંથી બાકાત નથી. મહામારીએ આપણી કામ કરવાની અને ભર્તી કરવાની પ્રક્રિયાને ધડમૂળમાંથી બદલી નાખી છે.
અમને છેલ્લાં ત્રણ દાયકાથી ટેલેન્ટ એક્વિઝિશનની સ્થિતિ બદલાતી જોવાની વિશેષ તક મળી છે, જે અમને ભર્તીમાં ઊંડી આંતરદ્ર્ષ્ટિ આપે છે. ભવિષ્યનાં પ્લેટફોર્મે અત્યંત ગતિશીલ જોબ માર્કેટ, કૌશલ્ય આધારિત ભરતી અને કારકિર્દી પર બદલાતી અપેક્ષાને ધ્યાનમાં લેવાની છે. મોન્સ્ટરને માત્ર નોકરી અપાવતી અને ઉમેદવારો શોધી આપતા પ્લેટફોર્મમાંથી નોંધપાત્ર અને સારાં ટેલેન્ટ મેનેજમેન્ટ પરિણામો માટે નવી દિશા આપતાં રોમાંચ અનુભવીએ છીએ.”
પેરન્ટ કંપની ક્વેસ કોર્પની ફ્યુચર-ફોરવર્ડ સ્ટ્રેટેજી સાકાર કરવામાં foundit.in’ની ભૂમિકા અંગે ટિપ્પણી કરતા ક્વેસ કોર્પ અને foundit.inના સ્થાપક અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અજીત ઇસ્સાકે જણાવ્યું હતું કે, “છેલ્લાં 15 વર્ષથી ક્વેસ તેની સેવા આધારિત ઓફરને કારણે જાણીતી છે,
જેણે તેનાં સહયોગીઓ અને ગ્રાહકોનો વિશ્વાસ હાંસલ કર્યો છે. ભારતમાં નોકરીને ઔપચારિક બનાવવાની અમારી પ્રતિબધ્ધતામાં દ્રઢ સંસ્થા તરીકે અમે પ્રોડક્ટ આધારિત પોર્ટફોલિયોનું નિર્માણ કરવા પર ફોકસ કરી રહ્યા છીએ, જે વ્હાઇટ, બ્લુ અને ગ્રે કોલર વર્કર્સમાં ઔપચારિક રોજગારનું લોકશાહીકરણ કરવામાં મદદ કરે. અમે વ્હાઇટ કોલર ટેલેન્ટ એક્વિઝિશનનું પરિવર્તન કરવાનાં વિઝન સાથે મોન્સ્ટર APAC અને ME નું એક્વિઝિશન કર્યું હતું.
છેલ્લાં બે વર્ષથી કંપનીઓ ‘ગ્રેટ રેઝિગનેશન’થી માંડીને ‘ગ્રેટ રિગ્રેટ’નો અનુભવ કરી રહી છે, જેને કારણે અભૂતપુર્વ ગતિએ ઝડપી ભર્તી કરવાની જરૂર પડી છે. પણ હવે બજાર સ્થિર થઈ રહ્યું છે ત્યારે ભર્તી વધુ તીક્ષ્ણ, કેન્દ્રીત અને કૌશલ્ય આધારિત બની રહેશે. માનવીય કૌશલ્ય અને ટેકનોલોજીનાં મિશ્રણ દ્વારા જ આવી ચોક્સાઇ હાંસલ કરી શકાય અને ફાઉન્ડઇટ.ઇન દ્વારા અમે અમારા રિક્રુટર્સ અને નોકરીવાંચ્છુઓને આ જ વસ્તુ પૂરી પાડી રહ્યા છીએ.”
2018માં ક્વેસ કોર્પે તેનાં એચઆર પોર્ટફોલિયોને મજબૂત કરવા માટે વ્યૂહાત્મક રોકાણ તરીકે મોન્સ્ટર વર્લ્ડવાઇડના APAC બિઝનેસને હસ્તગત કર્યો હતો અને ભારત, સિંગાપોર, મલેશિયા, ફિલિપાઇન્સ, હોંગકોંગ, વિયેતનામ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, યુએઇ અને સાઉદી અરેબિયામાં કામગીરી કરી રહી છે.
2021માં મોન્સ્ટરે તેની પ્રોડક્ટ આધારિત ઓફર અને બજારનાં વિસ્તરણ માટે વોલરાડો વેન્ચર પાર્ટનર્સ અને મેરિડિયન ઇન્વેસ્ટમેન્ટ્સના મોહનદાસ પાઇ જેવા રોકાણકારોની આગેવાનીમાં થયેલા ફન્ડિંગ રાઉન્ડમાં રૂ. 137.5 કરોડ એકત્ર કર્યા હતા.
બ્રાન્ડ ઇવોલ્યુશનનાં ભાગ રૂપે ફાઉન્ડઇટ.ઇન સંપૂર્ણ કારકીર્દિ અનુભવ આગળ લાવવા માટે પ્લેટફોર્મનાં યુઝર્સ પર નવેસરથી ફોકસ કરી રહી છે. ચોક્સાઇપૂર્વકની ભર્તી માટે AI અને ML જેવી ડિસરપ્ટિવ ટેકનોલોજીનો લાભ લેવાથી માંડીને ચડિયાતી UI દ્વારા કંપની બજારમાં અન્ય કોઇ કંપની પૂરાં પાડતી ન હોય તેવાં રિક્રુટમેન્ટ સોલ્યુશન્સ ઓફર કરે છે.
નોકરીવાંચ્છુઓ પર્સનલાઇઝ્ડ જોબ ડિસ્કવરી જેવાં ફીચરનો પણ લાભ લઈ શકે છે. ફાઉન્ડઇટ.ઇનનાં પર્સનલાઇઝ્ડ સર્ચ રિઝલ્ટ ફિચર દ્વારા ઉમેદવારોને તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, નોકરીનો અનુભવ અને કૌશલ્યને આધારે તૈયાર કરવામાં આવેલાં પરિણામ અને ભલામણો મળશે.
અન્ય ફીચર્સમાં સમુદાયની આગેવાનીમાં મેન્ટોરશીપ માર્કેટપ્લેસ, એસેસમેન્ટ દ્વારા સ્કિલ વેલિડેશન, મોબાઇલ ફર્સ્ટ UI, પર્સનલાઇઝ્ડ ભલામણો અને અપસ્કિલિંગ કોર્સ જેવા સેલ્ફ એન્હાન્સમેન્ટ ટુલ્સનો સમાવેશ થાય છે.
બિઝનેસમાં શ્રેષ્ઠ રિક્રુટમેન્ટ સોલ્યુશન પૂરાં પાડવામાં માર્કેટ લીડર તરીકે ફાઉન્ડઇટ.ઇન એવા પ્લેટફોર્મમાં પરિવર્તિત થઈ રહી છે જે ભારતીય જોબ માર્કેટની વૈવિધ્યતા પ્રતિબિંબિત કરી રહી છે અને અપનાવી રહી છે. રિક્રુટર્સ માટે તે દરેક ઉમેદવારનો સમૃધ્ધ ડેટા સેટ અને ઇનસાઇટ્સ અને એનાલિટિક્સ પૂરાં પાડશે,
જે દરેક ભૂમિકાની જરૂરિયાત પ્રમાણે પ્રક્રિયાને કાર્યક્ષમ અને કસ્ટમાઇઝ બનાવશે. નવાં ઇન્ટરફેસ અને ફીચર્સને કારણે રિક્રુટર્સ અને ઉમેદવારો વચ્ચે નિર્વિરોધ અને સરળ આદનપ્રદાન થઈ શકે છે.