Western Times News

Gujarati News

બિગ બોસમાં શિલ્પા શિંદેને અંકિત ગુપ્તા ફેવરિટ છે

મુંબઈ, બિગ બોસ ૧૧ની વિજેતા રહી ચૂકેલી ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ તાજેતરમાં ચાલી રહેલી સિઝન વિશે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે.

તેણે સુમ્બુલથી લઈને શાલીન-ટીનાના રિલેશનશિપ વિશે ખુલીને વાત કરી છે. તેણે બિગ બોસના ઘરમાં ચાલતા લવ એન્ગલની વાત કરી, તેમજ અંકિત ગુપ્તા પર પણ રસપ્રદ ટિપ્પણી કરી. શિલ્પાએ ખતરોં કે ખિલાડી ફેમ મિસ્ટર ફૈઝુ બિગ બોસના ઘરમાં આવશે કે નહીં તે બાબતે પણ જવાબ આપ્યો હતો. શિલ્પા શિંદેએ હસતા હસાત પણ આ સિઝનનો ક્લાસ લીધો છે. તેણે કહ્યં કે આ સિઝન બકવાસ છે.

આ સિઝનમાં તમામ રિલેશનશિપ બકવાસ છે. ફૈઝુની એન્ટ્રી પર પ્રશ્ન પૂછવામાં આવ્યો તો, તેણે જણાવ્યું કે, ફૈઝૂ ઘણો ક્યુટ છે, તે બિગ બોસ કન્ટેસ્ટન્ટ નથી. તેની કોઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી નથી થવાની.

આ સિઝનની બિગ બોસની ટોપ કન્ટેસ્ટન્ટ અર્ચના છે અને પછી અબ્દુ. અર્ચના એ તમામ વસ્તુઓ કરે છે જે ટિપિકલ બિગ બોસ કન્ટેસ્ટન્ટમાં હોવી જાેઈએ. શિલ્પા શિંદેને જ્યારે તેના ફેવરિટ કન્ટેસ્ટન્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, અંકિત ગુપ્તા મારો ફેવરિટ છે. તે છુપો રુસ્તમ છે. તે ઘણો સ્માર્ટ છે. ઉલ્લેખનીય છે કે અંકિત ગુપ્તા શૉમાં ઘણો શાંત રહે છે. તે વધારે બોલતો જ નથી.

તેના વિશે કહેવામાં આવે છે કે, પ્રિયંકા તેના બદલાની તમામ વસ્તુ બોલે છે અને અંકિત પ્રિયંકાના ઈશારા પર ચાલે છે. સલમાન ખાન પણ અંકિતને ઘણી વાર પાર્ટિસિપેશન વધારવાની સલાહ આપી ચૂક્યા છે. શિલ્પા શિંદેની વાત કરીએ તો તાજેતરમાં જ તે ઝલક દિખલા જામાં જાેવા મળી હતી.

જાે કે તે એલિમિનેટ થઈ ચૂકી છે. શિલ્પા શિંદે ટીવીની લોકપ્રિય સીરિયલ ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભીના રોલમાં જાેવા મળી હતી. બિગ બોસ ૧૧માં શિલ્પાએ ભાગ લીધો હતો અને તેમાં તે વિજેતા સાબિત થઈ હતી. તે પોતાના કામની સાથે બોલ્ડ સ્ટેટમેન્ટ્‌સને કારણે પણ ચર્ચામાં રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.