Western Times News

Gujarati News

હાઈ પ્રોફાઈલ ડ્રગ્સ કેસ : અમદાવાદના સંખ્યાબંધ યુવક-યુવતીઓ આદી બન્યા

Files Photo

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ પોલીસે ડ્રગનો વેપલો કરતી મુંબઈની એક યુવતીને તેના ત્રણ સાગરીતો સાથે ઝડપી લીધી છે. ર૯ગ્રામ એઅમડી ડ્રગ સાથે ઝડપાયેલી યુવતી અમદાવાદમાં પોતાનું નેટવર્ક સેટ કરવા ભાડે મકાન રાખીને રહેતી હતી. તે પહેલાં યુવક-યુવતીઓને મફતમાં ડ્રગ આપીને તેના વ્યસની બનાવતી હતી.ત્યારબાદ જે-તે યુવક પાસે તે ડ્રગ સપ્લાય કરરાવતી હતી. તેના શિકાર બનેલા યુવકો પણ પોલીસના હાથે ઝડપાયો છે. તપાસમાં તેનું નેટવર્ક કેટલું વિકસ્યું છે. તેની વિગતો ખુલશે. પ્રાથમીક તપાસમાં એવું સામે આવી રહયું છે. કે ઘણા યુવાનો તેનો શિકાર બની ગયા હતા.

અમદાવાદ પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવ ડ્રગનું દુષણ દૂર કરવા પોલીસને ખાસ એકટીવ રાખી રહયા છે. ત્યારે જ એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાની ટીમે ડ્રગના જથ્થા સાથે મુંબઈને રહેનુમ નામની યુવતીને ઝડપી લીધી હતી. તેની સાથે તેના ત્રણ અમદાવાદી સાગરીતો પણ ઝડપાયા છે. પુછપરછમાં એવું સામે આવ્યું હતું કે રહેનુમા પહેલા યુવકોનોને ડ્રગ આપીને તેના વ્યસની બનાવતી હતી. ત્યારબાદ ડ્રગની તલપ માટે યુવાનો રહેનુમાના પેડલર બની જતા હતા.

પ્રાથમીક પુછપરછમાં એવું જાણવા મળ્યું છે કે રહેનુમા અમદાવાદ આવી અને તેણે સિંધુભવન રોડ પર આવતા માલેતુજાર યુવાનોને ડ્રગના બંધાણી બનાવ્યા હતા. ડ્રગ માટે યુવાનો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. ત્યારે રહેનુમા તેમને ડ્રગના બદલે ડ્રગ ડીલીવરીનું કામ સોપતી હતી. તેની આ જાળમાં ઘણી યુવતીઓ પણ ફેસાઈ ગઈ હતી. યુવતીઓ ડ્રગ માટે તડપવા લાગે ત્યારે રહેનુમા તેમને માલેતુજાર યુવાનોને પોતાની જાળમાં ફસાવી તેમને ડ્રગ આપવા માટે મજબુર કરતી હતી.

આ ષડયંત્રમાં અમદાવાદના ઘણા યુવક-યુવતીઓ ફસાઈ ગયા હોવાનું સામે આવી રહયું છે. શહેરના પોશ વિસ્તારો અને છેવાડાના વિસ્તારોમાં ધમધમતા કાફે કે નાના મોટા રેસ્ટોરન્ટ આજુબાજુ ડ્રગનો વેપલો મોટા પ્રમાણમાં ચાલી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.