અહમના હુંકાર કરતાં નેતાઓએ ગાંધી અને સરદારમાંથી ઘણું શીખવા જેવું છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાણી વિલાસ અને
તસવીર દેશની સંસદની છે જેની ગરિમા જાળવવાનું કામ દેશના નેતાઓનું છે ગુજરાતની ચૂંટણીમાં બિન સંસદીય શબ્દો વપરાય છે! વાણી વિલાસ થાય છે! અને શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે ગુજરાતને આતંકવાદથી બચાવ્યું છે!! સારું છે એમની ફરજ હતી અને તેમણે કરી છે સર્જીકલ સ્ટ્રાઈક કરીને શ્રી નરેન્દ્રભાઈએ કડક સંદેશો આપ્યો છે
એ પણ સારું છે પરંતુ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, શ્રીમતી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી બધાએ પોતપોતાના યુગમાં કટ્ટરવાદ સામે આતંકવાદ સામે લડાઈ કરી જ છે! દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ અકાલીઓને ધાર્મિક માંગણીઓ સ્વીકારી,
પણ રાજકીય માંગણી ના સ્વીકારતા જનરલસિંહ ભીદરાનવાલે ઉદ્દામ શીખોને ઉશ્કેરી ત્રાસવાદનો આશરો લીધો અને તે સુવર્ણ મંદિરમાં લશ્કર ઉતારી ૮૦૦ આતંકવાદીઓનો સફાયો કર્યા બાદ કટરવાદીઓએ દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા કરાવી! પણ કોંગ્રેસ ઝૂકી નહીં અને દેશની કમાન શ્રી રાજીવ ગાંધીએ સંભાળી,
એમને પણ તામિલ ઉગ્રવાદીઓની ત્રાસવાદી પ્રવૃત્તિને કડક હાથે દાબી દીધી એટલે તમિલ ટાઈગર ફોર્સના ઉગ્રવાદીઓએ રાજીવગાંધીની હત્યા કરી એટલું જ નહીં ૧૯૭૧ માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તો પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા છે આની નોંધ આજની પેઢી એ લેવાની જરૂર છે. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા)
અમેરિકાના પ્રમુખ થિયોડર રુજ્હવેલ્ટે કહ્યું છે કે “જ્યાં સુધી તમે જીતવા માટે લડતા નથી ત્યાં સુધી તમે મજબૂત ટક્કર આપી શકતા નથી”!! જ્યારે અમેરિકાના જ પ્રમુખ જ્યોર્જ વોશીગટનેકહ્યું હતું કે “શાંતિ જાળવવા યુદ્ધ માટે તૈયાર હોવું એ ખરેખર બહુ અસરકારક સાધન છે”!!
નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે “સુંદર હૃદય અને સુંદર દિમાગ એ એક જબરજસ્ત સંયોજન છે”!! મહાત્મા ગાંધીનું હૃદય પ્રેમાળ હતું એ ગરીબો માટે ચિંતા કરતા હતા અને માટે પોતડી પહેરી જીવ્યા અને પોતડી પહેરીને જ યુદ્ધમાં શહીદ થયા વિચારધારા ના યુદ્ધમાં જાન ગુમાવ્યો મહાત્મા ગાંધીએ ધર્મની ફિલોસોફી પચાવી હતી
એટલે એ કહેતા કે ‘શ્રી પરમેશ્વરને ધર્મ હોતો નથી’! શ્રીકૃષ્ણ પણ શ્રીમદ્ ભગવત ગીતામાં કહ્યું છે કે ‘કર્તવ્ય કર્મ એ જ ધર્મ છે’! જ્યારે આજના નેતાઓ ગાંધીને સમજ્યા નથી એટલે ધર્મનું રાજકારણ ખેલે છે અને ધર્મને નામે વિચારધારા ને નામે મહાત્મા ગાંધીનો ખૂન થયું છતાં તેમાંથી કોઈ બોધપાઠ આજના નેતાઓ લીધો નથી
સરદાર વલ્લભભાઈ પટેલ દેશની અખંડિતતા માટે યુદ્ધ કર્યું અને મહાન લોખંડી પુરુષ તરીકેનું વ્યક્તિત્વ ઉજાગર કર્યું તેઓ કોંગ્રેસ વિચારધારાને વરેલા હતા અને મહાત્મા ગાંધીના સિપાઈ હતા તેઓ પણ ચૂંટણી લડતાં પણ જ્ઞાતિને નામે કે ધર્મને નામે મત માગવાની જરૂર નહોતી પડતી.
નેતાઓનું વ્યક્તિત્વ જ એવું હોવું જાેઈએ કે તેમને ભગવાનને નામે ધર્મ નામે મત માગવાની જરૂર ના પડે સરદાર વલ્લભભાઈ તેનું ઉત્તમ ઉદાહરણ હતા સરદાર પટેલ સ્ટેડિયમનું ગિનિઝ બુકમાં નામ શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જાહેર થઈ ગયું?! જયારે કોંગ્રેસવાળાએ કહ્યું કે અમે ચૂંટાઈને ફરી સરદાર પટેલ સ્ટેડિયમ કરી નાખીશું