બંધારણનો અમલ કરાવનારા સારા હોય તો બંધારણ સારું બની જાય છે – ડો. રાજેન્દ્ર પ્રસાદ અને ડો. ભીમરાવ આંબેડકર
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ફરજ બંધારણીય મૂલ્યોનો અમલ કરાવવાનો છે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દેશના બંધારણ મુજબ ફરજ બજાવવાની હોય છે પરંતુ ભારતના બંધારણીય મૂલ્યોની રખેવાળી સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચૂડ અને અન્ય ન્યાયાધીશોએ કરવાની છે!
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે તારીખ ૨૬ નવેમ્બરના રોજ ભારતની સુપ્રીમકોર્ટમાં બંધારણીય દિવસ તરીકે ઉજવાઈ ગયો આ કાર્યક્રમમાં ભારતના બંધારણીય મૂલ્યોના રખેવાળ દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ દેશના બંધારણીય આદર્શોનો અમલ કરાવવાની જવાબદારી જેમના શિરે છે
એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમજ દેશ ના બંધારણીય વડા રાષ્ટ્ર્પતી દ્રોપદી મુર્મુ વિચારો વ્યક્ત કર્યા હતા પોતપોતાની વિચારધારા મુજબ પોતપોતાના નૈતિક આદર્શો મુજબ અને પોતાની સુજ અને સમજ મુજબ પોતાના મંતવ્યો આપ્યા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે
પંડિત નેહરુએ એકવાર કહ્યું હતું કે “આરામ હરામ હૈ” અને પંડિત જવાહરલાલ નેહરૂએ આઝાદી પછી કાચા સાધનો વચ્ચે દેશ સંભાળેલો છતાં આજના જેટલી મુસીબતો પ્રજા ભોગવતી નહોતી ભ્રષ્ટાચાર, મોંઘવારી, હતાશા આજ જેવી ક્યારેય નહોતી એ બુદ્ધિશાળી પ્રજાએ વિચારવાનો સમય એટલે ગુજરાતની ચૂંટણી!
પોતાના કાર્યકાળને ટીમ ઇન્ડિયા તરીકે દર્શાવી કહ્યું કે વિશ્વમંચ પર ભારતની પ્રતિષ્ઠા વધારવા માટે કામ કરવું જાેઈએ વિશ્વમાં ભારતના યોગદાન વિશે માહિતગાર કરવા જાેઈએ અને મહાત્મા ગાંધીને ટાંકીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મૂળભૂત અધિકારો કે જે લોકોએ સંપૂર્ણ, સમર્પણ સાથે અખંડિતતા સાથે પૂર્ણ કરવી જાેઈએ અને આઝાદીના અમૃતકાળને દેશ માટે ફરજ નિભાવવાનો સમય ગણાવ્યો
જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે પ્રસંગિક ઉદબોધનમાં કહ્યું કે દેશનું બંધારણ એ નાગરિકોના અધિકાર અને સંસ્કૃતિ વચ્ચે પસંદગી કરવાનું નથી કહેતું ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે માર્મિક રીતે જ મહાનુભાવો ઉપસ્થિતિમાં કહ્યું કે લોકતાંત્રિક સમાજના લક્ષ્ય પ્રાપ્તિમાં સાંસ્કૃતિક, સામાજિક, લક્ષ્ય પ્રાપ્તિમાં સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક બાબતોનો સમાવેશ કરે છે
તેમ તેમને કહ્યું હતું સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં પંડિત જવાહરલાલ નહેરુને પણ યાદ કર્યા હતા તેમણે વધુમાં એમ કહ્યું હતું કે કાયદો ઘડનારા એ કાયદાનો અમલ કરાવનારાઓએ સ્વતંત્રતા એકતા બંધુત્વ તથા લોકતાંત્રિક આદર્શોનું પાલન અચૂક કરવું જાેઈએ ન્યાયતંત્રે તેના આધારે ન્યાયિક ચુકાદાઓ આપવા જાેઈએ
ભારત ના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ મહાત્મા ગાંધી ને યાદ કરતા કહ્યું કે દેશ ના બંધારણ ના ઘડતર માં મહાત્મા ગાંધી ની છાપ છે કારણ કે દેશનું બંધારણ મહાત્મા ગાંધી ના સિપાહીઓ એ ઘડ્યું હતું તસ્વીર માં સુપ્રીમકોર્ટ ના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ સાથે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ હળવી પળો માં દ્રશ્યમાન થાય છે અત્રે એ યાદ કરવું જરૂરી છે કે મોરબીમાં બનેલો માનવીય હત્યાકાંડની તપાસમાં ફક્ત ન્યાયતંત્રે જ રસ લીધો છે એ શુચક છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા)
ટીમ ઇન્ડિયા તરીકે આપણે વિશ્વ મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધારવા માટે કામ કરવું જાેઈએ – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના દ્રોપદી મુર્મુ કહ્યું કે દેશના બંધારણના ઘડતરમાં મહાત્માગાંધીની છાપ છે કારણ કે આ બંધારણ તેમના સિપાહીઓ એ ઘડ્યું છે
મહાત્મા ગાંધીના યોગદાનને વડાપ્રધાને યાદ કર્યું પંડિત જવાહરલાલ નેહરુના યોગદાન ને ચીફ જસ્ટીસે યાદ કર્યું ગુજરાતની ચૂંટણી સમયે ૧૩૫ વ્યક્તિઓના મોરબીમાં થયેલ કરુણ મોતના વળતર માટે અને ન્યાય માટે આઝાદીના ૭૫ વર્ષ પછી સરકારો સામે ન્યાય માટે સુઓમોટો કરવો પડે એ કેવી કરુણાનીતિકા છે?!
ભારતની બંધારણ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શ્રી રાજેન્દ્ર પ્રસાદ અને ડોક્ટર ભીમરાવ આંબેડકર ૨૫ અને ૨૬ નવેમ્બર ૧૯૪૭ના રોજ ચેતવણી આપતા કહ્યું હતું કે મને લાગે છે કે કોઈપણ બંધારણ ગમે તેટલું ખરાબ હોય તો પણ જે લોકો તેનો અમલ કરવાનો હોય તે લોકો જ સારા હોય તો પેલું બંધારણ સારું બની જાય છે જ્યારે રોમન તત્વચિંતક અને બંધારણવાદી નેતા માર્ક્સ તુલિયસ સિસેરો એ કહ્યું છે કે “કચડી નાખવામાં આવેલી સ્વતંત્રતાને તીક્ષ્ણ કાંટા ઊગી નીકળે છે એ જ્યારે પછી મળે છે ત્યારે કચડનારને પીડા આપે છે”!!
પ્રજાસત્તાક ભારતના બંધારણ ને ‘ભારતીયો’ એ ઘડ્યું હતું કારણ કે દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાના સભ્યોને લોકોએ ચુંટીને મોકલ્યા હતા! તેમાં કોંગ્રેસના ૨૦૮ સભ્યો હતા મુસ્લિમ લીગના ૭૩ સભ્યો હતા યુનિયનિષ્ઠ નો એક સભ્ય હતો યુનિયનિષ્ઠ મુસ્લિમ નો એક સભ્ય હતો યુનિયનિષ્ઠ શિડ્યુલ કાસ્ટ નોએક સભ્ય હતો
કૃષક પ્રજાનો એક સભ્ય હતો શિડ્યુલ કાસ્ટ ફેડરેશન નો એક સભ્ય હતો શીખ બિન કોંગ્રેસીનો એક સભ્ય હતો સામ્યવાદીનો એક સભ્ય હતો અને અપક્ષ સભ્યો આઠ ચૂંટાયા હતા કુલ ૨૯૬ સભ્યોની બંધારણ સભાએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડોક્ટર ભીમરાવ આંબેડકરના નેતૃત્વ હેઠળ દેશના બંધારણી નું સર્જન કરી લેખિત બંધારણ ઘડીને પ્રજાએ પોતાની સમર્પિત કર્યું હતું આજે દેશમાં સરકારનું નેતૃત્વ કરનારા નેતાઓ અને દેશના બંધારણીય મૂલ્યોની રખેવાળી કરતા ન્યાયાધીશો વચ્ચે ગર્ભિત મત મતાંતરો જાેવા મળે છે
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે શિક્ષાનો ભય આપીને મેળવાયેલી સત્તા કરતા પ્રેમના આધારે મળેલી સત્તા હજાર ઘણી વધારે અસરકારક અને સ્થાયી હોય છે
મહાત્મા ગાંધીએ ૧૯ નવેમ્બર ૧૯૩૯ માં લખ્યું હતું કે ફક્ત બંધારણ સભા પ્રજાની ઈચ્છા ને પૂર્ણપણે અને સાચી રીતે અભિવ્યક્તિ કરતું અને દેશ માટે સ્વદેશી બંધારણ ઘડી શકે છે તેવું મંતવ્ય અભિવ્યક્ત કર્યું હતું મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જગતમાં સાચી શાંતિ સ્થાપવા માંગતા હો તો શરૂઆત બાળકોથી કરો
ગુજરાતમાં ચૂંટણી જીતવા ભયનો માહોલ દેખાડી નેતાઓ બેફામ તો ક્યાંક લોકશાહી આદર્શ વિરુદ્ધ વાણી વિલાસ કરી રહ્યા છે ભય દેખાડી સત્તા હાસલ કરનારા અને ભય દર્શાવી સત્તા ટકાવી રાખનાર નેતાઓ જાે દેશમાં દેખાતા હોય તો એ ગાંધીજીના આદર્શ મુજબ કલંકિત લોકશાહી છે! પ્રજામાં આ વિચારવાની ક્ષમતા છે?
ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરૂ એ કહ્યું છે કે નિષ્ફળતા ત્યારે મળે છે જ્યારે આપણે આદર્શો, હેતુઓ અને સિદ્ધાંતોને ભૂલી જઈએ
જવાહરલાલ નેહરુ એ કહ્યું હતું કે “આપણે કરી શકીએ એ વાતો અનેક કામો છે જરૂર છે માત્ર આંખો ખુલ્લી રાખવાની”!! ૧૯૨૮ માં નેહરુ રિપોર્ટ તૈયાર થયેલો તેમાં સંસદને જવાબદાર સરકાર સાથેની વ્યાપક સંસદીય પદ્ધતિ અમલપાત્ર મૂળભૂત અધિકારનું પ્રકરણ અને લઘુમતીના અધિકારોની જે વાત મૂકેલી તે વાત ૨૧ વર્ષ બાદ ૨૬ નવેમ્બર ૧૯૪૮ ના રોજ સ્વીકારવામાં આવેલી!!
પંડિત નેહરુએ એકવાર કહ્યું હતું કે “આરામ હરામ હૈ” અને પંડિત જવાહરલાલ નેહરૂ એ આઝાદી પછી કાચા સાધનો વચ્ચે દેશ સંભાળેલો છતાં આજના જેટલી મુસીબતો પ્રજા ભોગવતી નહોતી ભ્રષ્ટાચાર, મોંઘવારી, હતાશા આજ જેવી ક્યારેય નહોતી એ બુદ્ધિશાળી પ્રજાએ વિચારવાનો સમય એટલે ગુજરાતની ચૂંટણી!