Western Times News

Gujarati News

મુમદપુરા બ્રિજનો ભાગ તૂટવાની ઘટનાથી હાહાકાર

અમદાવાદ, ગઈ ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ કોંક્રિટ ડેકની પોસ્ટ ટેન્શનિંગ કવાયત દરમિયાન નિર્માણધીન મુમતપરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. ત્યારે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથિરિટીએ બાંધકામ કરી રહેલી કંપની રણજીત બિલ્ડકોનને સસ્પેન્ડ કરી હતી અને તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. ફ્લાયઓવરના ઉદ્‌ઘાટનના અઠવાડિયા પહેલાં જ તે તૂટી પડ્યો હતો.

આ ફ્લાયઓવર દક્ષિણ બોપલના રહેવાસીઓને સરળ રસ્તો પ્રદાન કરશે એવું માનવામાં આવે છે. આ ઘટનાના છ મહિના પછી બીજી જુલાઈના રોજ ઔડાની એક્ઝિક્યુટિવ બ્રાંચે કોન્ટ્રાક્ટને ત્રણ વર્ષ માટે પ્રતિબંધ કરવાની દરખાસ્ત તૈયાર કરી હતી.

જાે કે, જ્યારે ચાર જુલાઈના રોજ ઔડાના એજન્ડા પર આ પ્રસ્તાવ આવ્યો ત્યારે, રણજીત બિલ્ડકોનને મુમતપુરા ફ્લાયઓવરના વધુ બાંધકામથી રોકવામાં આવે, અન્ય કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવે અને જ્યાં સુધી રાજ્ય સરકારની સમિતિ દ્વારા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રણજીત બિલ્ડકોનને ભવિષ્યમાં બાંધકામનું કોઈ પણ કામ ફાળવવામાં ન આવે.

ઔડાના અધિકારીઓએ કહ્યું હતું કે, ફ્લાયઓવર પ્રોજેક્ટમાં વિલંબ થાય એ નક્કી છે અને તેના કારણે ખર્ચમાં રુપિયા ૮૨ કરોડથી પણ વધુનો વધારો થશે.

જુલાઈ-નવેમ્બરના સમયગાળા દરમિયાન ઔડાએ બીડ માટે બે ટેન્ડર બહાર પાડ્યા હતા, પણ સૂત્રોનું માનીએ તો સત્તાધિકારીઓને કોઈ પણ પ્રકારની બીડ મળી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે બિડર્સને કામમાં રસ ન હતો કારણ કે ટેન્ડરની શરત કહે છે કે બિડર સમગ્ર બ્રિજ માટે જવાબદાર રહેશે જ્યારે કામ ફક્ત બ્રિજના બાકીના બાંધકામને પૂર્ણ કરવા માટે છે.

સૂત્રોએ એવું પણ કહ્યું કે, આ કામ માટે બોલી લગાવનારાવાળાઓને કામમાં કોઈ રસ નહોતો, કારણ કે ટેન્ડરમાં એવી શરત મૂકવામાં આવી હતી કે બોલી લગાવનારા પર સમગ્ર બ્રિજની જવાબદારી હશે. જ્યારે કામ ફક્ત બ્રિજના બાકીના બાંધકામને પૂર્ણ કરવાનું છે.

ઔડાએ આ ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી. રાજ્ય સરકારે ય્છડ્ઢ તત્કાલિન આયોજન સચિવ રાકેશ શંકરને સમિતિના વડા તરીકે નિયુક્ત કર્યા હતા.

જાે કે, કમિટીએ હજુ સુધી પોતાનો અંતિમ અહેવાલ સોંપ્યો નથી. તો ઔડાના CEO ડી પી દેસાઈએ જણાવ્યું કે, અમે આ બ્રિજને પૂર્ણ કરવા માટે બે વખત ટેન્ડર બહાર પાડ્યા હતા. પરંતુ કોઈ પણ બીડર્સ આગળ આવ્યા નથી. જેથી અમે રણજીત બિલ્ડકોનને કામ પૂર્ણ કરવાનું નક્કી કર્યુ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.