Western Times News

Gujarati News

વડોદરામાંથી ડ્રગ્સ બનાવતી કંપની ઝડપીને ૨૫ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

પ્રતિકાત્મક

વડોદરા, ગુજરાત ATSને ફરીથી મોટી સફળતા મળી છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં છ્‌જી દ્વારા સિંઘરોટ વિસ્તારમાં ચાલતી જાણીતા ફાર્મની પાછળનાં ખેતરમાં આવેલા ગોડાઉનમાંથી ૨૫ કિલો ડ્રગ્સ મળ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ગુજરાત એટીએસની ટીમે વડોદરા જિલ્લા પોલીસ ટીમની મદદ સાથે રાતના ૮.૩૦ની આસપાસ રેઇડ કરી હતી.

આ દરોડોમાં ચારથી પાંચ લોકોની અટકાયત કર્યાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લાના સિંઘરોટ નજીક લીલેરિયા ફાર્મની પાછળ આવેલા એક ખેતરમાં બનાવેલા નાના ગોડાઉનમાં ડ્રગ્સ જેવા કેમિકલનો કારોબાર ચાલે છે તેવી બાતમી એટીએસને મળી હતી. જેથી તેમની ટીમે રાત્રિના અંધારામાં ત્યાં દરોડા પાડ્યા હતા.

આ સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરીને એટીએસની ટીમે આ ગોડાઉનમાં ઘૂસી જઇને અંદર તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે, અહીં દરોડા પાડ્યા તે પહેલા મંગળવારે એસજીએસટી વિભાગની ઈન્વેસ્ટિગેટિવ વિંગ અને એટીએસ દ્વારા અમદાવાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, અને ગાંધીધામમાં ૪૪ જેટલી પેઢીઓના ૬૪ સ્થળે સર્ચ હાથ ધરાયું હતુ.

સિંઘરોટમાં મોડી રાત્રિ સુધી એટીએસના દરોડામાં સર્ચ ચાલું હતુ. જાેકે, અંદરથી એમડી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતા કેમિકલનું ઉત્પાદન થતું હોવાની ફેક્ટરી ઝડપાઇ હોવાની વાતો સામે આવી હતી.

આજે ગુજરાત એટીએસ ત્યાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું કે તેનો સંગ્રહ કરાયો તે અંગે મહત્ત્વનો ખુલાસો કરી શકે છે. આપને જણાવીએ કે, ઓગસ્ટ મહિનામાં પણ વડોદરામાંથી ગુજરાત એટીએસે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. વડોદરાના સાવલની મોક્સી ગામમાં ATS દરોડા પાડ્યા હતા.

જે બાદ એજન્સીએ અહીંથી કરોડો રુપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતુ. આ સિવાય આ કેસમાં એજન્સીએ કેટલાંક આરોપીઓની પણ ધરપકડ કરી હતી.

એજન્સીએ સુરતના મુખ્ય આરોપી મહેશ વૈષ્ણવની પણ ધરપકડ કરી હતી. તપાસમાં એવું સામે આવ્યું હતું કે, આરોપી મહેશ વૈષ્ણવ લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવતો હતો. ત્યારે ATSએ આરોપી મહેશ વૈષ્ણવના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.