વસ્ત્રાપુર તળાવ પ્લાન્ટમાં ટ્રીટ કરેલા પાણીથી ભરવામાં આવ્યુ
દૈનિક પ૦ હજાર લીટર ટ્રીટેડ વોટરથી તળાવ ભરાય છે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરના તળાવોને વરસાદી પાણીથી ભરવા માટે કેન્ટ્રીયગૃહ મંત્રી અમિતભાઈ શાહે આપેલ સુચનાનો પૂર્ણ અમલ કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયા બાદ તળાવોને નર્મદાના પાણીથી ભરવા નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે વસ્ત્રાપુર અને ચંડોળા તળાવને (Vastrapur and chandola lake to be filled with Narmada river water in ahmedabad) નર્મદાના નીરથી ભરવા માટે ખાસ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા હતા. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ (State CM Vijay Rupani) વસ્ત્રાપુર તળાવમાં “નર્મદા નીર” ના વધામણા કર્યા હતા.
પરંતુ તળાવની “પરકોલેશન કેપેસીટી” વધારે હોવાથી રોજ લાખો લીટર શુધ્ધ પાણી તળાવમાં નાંખવામાં આવતુ હતું. જેની સામે ભારે ઉહાપોહ થયા બાદ તંત્ર દ્વારા “ટર્સરી ટ્રીટેડ” વોટરથી તળાવ ભરવામાં આવી રહયું હોવાની વિગતો બહાર આવી છે. નવા પશ્ચિમઝોન વિસ્તારના તળાવોને વરસાદી પાણીથી ભરવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ ઔડા સમયની તળાવ ઈન્ટરસીટી લાઈનો જ ગાયબ થઈ હોવાથી નર્મદાના નીરથી વસ્ત્રાપુર તળાવ ભરવામાં આવ્યું હતું. વસ્ત્રાપુર તળાવમાં રોજ ત્રણથી ચાર ફૂટ પાણીના લેવલમાં ઘટાડો થતો હતો.
તેથી જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી દૈનિક ચાર લાખ લીટર શુધ્ધ પાણી તળાવમાં નાંખવામાં આવતું હતું. જેની સામે ઉહાપોહ થયા બાદ તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટેડ વોટરથી તળાવ ભરવામાં આવી રહયું છે. સુત્રોએ જણાવ્યા મુજબ પ્લાન્ટમાં ટ્રીટ કર્યા બાદ દૈનિક પ૦ હજાર એમએલડી પાણી તળાવમાં નાંખવામાં આવે છે.
તળાવની પર કોલેરીંગ કેપેસીટી ઓછી થઈ હોવાથી પ૦ હજાર લીટર પાણીથી પણ ૧૮ ફુટનું લેવલ મેઈન્ટેન થઈ રહયું છે. અગાઉ, ટર્સરી પ્લાન્ટના પાણીનો ઉપયોગ સુપર સકટ મશીન અને જાહેર શૌચાલયોની સફાઈ માટે કરવામાં આવતો હતો. નવા પશ્ચિમઝોનના તળાવોમાં ગટરના ગેરકાયદે જાડાણો કાપવામાં આવી રહયા છે. છેલ્લા ત્રણ-ચાર મહીનામાં ૮૦ કરતા વધારે ગેરકાયદે જાડાણ દૂર કરવામાં આવ્યા છે. ચોમાસાની સીઝનમાં સી.સી.ટી.વીની મદદથી ગેરકાયદે જાડાણ કરવામાં આવ્યા હતા. જેના પરીણામે ગટરના ગંદા પાણી તળાવમાં આવતા બંધ થયા છે.
વસ્ત્રાપુર તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરના પાણી ઠાલવવામાં આવી રહયા હોવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ વસ્ત્રાપુર તળાવમાં પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવેલ પાણી જ નાંખવામા આવી રહયું તેથી તળાવમાં ગંદા પાણીનો પ્રશ્ન રહેતો નથી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.