Western Times News

Gujarati News

જશોદાનગર ચાર રસ્તા પાસે ટ્રાફિકજામ

Files Photo

કોર્પોરેશન તંત્રને ૧પ દિવસે ભુવો યાદ આવતા શરૂ કરાયેલી કામગીરી 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ હજુ પણ શહેરમાં રસ્તાઓ રીપેર પૂર્ણ રીતે થઈ શકયા નથી જેના પરિણામે નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહયા છે જશોદાનગર ચાર રસ્તા પાસે ૧પ દિવસ પહેલા પડેલા ભુવા અંગે હજુ પણ કોર્પોરેશનનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ  જાવા મળી રહી હતી પરંતુ આજે અચાનક જ ભુવો પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનો દાવો કરી આ રસ્તો બંધ કરી દેવાતા સવારથી જ જશોદાનગર ચાર રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ૧પ દિવસ સુધી કોર્પોરેશનને ભુવો પુરવાનું યાદ આવ્યુ ન હતું આ ઉપરાંત શહેરના પરિમલ ગાર્ડન પાસે પણ કોર્પોરેશન તંત્રના અત્યંત શીથીલ કામગીરીથી  ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહયા છે.

અમદાવાદ શહેરમાં ચોમાસાની અંદર અનેક રસ્તાઓ પર ભુવા પડયા હતા જેના પરિણામે  વાહનચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપથી તુટેલા રસ્તા રીપેર કરવા ઉપરાંત ભુવા પુરવાનું કામ પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો જાકે રસ્તાઓ ઉપરથી થીંગડા મારવાની કામગીરી પુરજાશમાં શરૂ કરાઈ હતી પરંતુ પૂર્ણ રીતે રસ્તા રીપેર કરવામાં કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે.

શહેરના જશોદાનગર ચાર રસ્તા પાસે ૧પ દિવસ પહેલા ભુવો પડયો હતો તાત્કાલિક આ કામગીરી કરવી જાઈતી હતી અને સ્થાનિક નાગરિકોની માંગણી પણ હતી પરંતુ કોર્પોરેશનના તંત્ર દ્વારા આજ દિન સુધી આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં નહી આવતા આ ભુવો જાખમી બની ગયો હતો.

જશોદાનગર ચાર રસ્તા પાસે પડેલો ભુવો અચાનક જ આજે કોર્પોરેશનને યાદ આવ્યો અને સવારથી જ ભુવો પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે

એટલું જ નહી પરંતુ જશોદાનગર ચાર રસ્તા પાસે ગોગા મહારાજ મંદિર પાસેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેના પરિણામે સવારથી જ જશોદાનગર ચાર રસ્તા પાસે ઓફિસે અને શાળાએ જતાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે આ રસ્તા પર સવારના સમયે ખૂબ જ ટ્રાફિક હોવા છતાં ૧પ દિવસ સુધી ભુવો પુરવાની કોઈ જ કામગીરી થઈ ન હતી આ દરમિયાનમાં આજે સવારે રસ્તો બંધ કરી દેવામાં આવતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.

અમદાવાદ શહેરના જશોદાનગર ચાર રસ્તા ઉપરાંત આંબાવાડી, પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે પણ આવી જ પરિસથિતનું નિર્માણ થયું છે અણઘડ વહીવટના કારણે અગાઉ પરિમલ ગાર્ડન પાસે પ્રવેશદ્વાર બનાવવા માટે તથા ફુટપાથના પથ્થરો નાંખવા રસ્તાઓ પર સર્કલ કરવામાં આવ્યું હતું જેના પરિણામે ટ્રાફિકજામ થઈ જતો હતો આ અંગે કોર્પોરેશનનું ધ્યાન દોરવામાં આવતા તંત્ર સફાળુ જાગ્યુ હતું અને અત્રે સર્કલ નાનુ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ સર્કલની બહાર રસ્તા પર ગટરનું કામકાજ કરવામાં આવી રહયું છે.

ખૂબજ મંદ ગતિએ ચાલતા આ કામકાજના કારણે ફરી વખત ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહયા છે. અત્યંત ઢીલાશ ભરેલી કામગીરીથી પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે દિવસભર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે પરંતુ  કોર્પોરેશન તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. અત્યારે લોકો પરિમલ ગાર્ડન પાસેથી જવાનુ ટાળી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.