હરભજન સિંઘનો અમદાવાદ રોડ શો, મોટી સંખ્યામાં લોકો જોડાયા
AAPના રાજ્યસભા સાંસદ હરભજન સિંઘ આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે અમદાવાદ,માણસા અને વિજાપુરમાં રોડ શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ભાજપ જાય છે,
આમ આદમી પાર્ટી આવે છે. – @ArvindKejriwal pic.twitter.com/K1nURtBHCi— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) December 1, 2022
રાજ્યસભા સાંસદ હરભજન સિંઘ સાથે પંજાબના સીએમ ભગવંત માન, અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા તેમજ અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની ચૂંટણીમાં પહેલી વખત હરભજન સિંહ પ્રચાર માટે આવ્યા છે.
માણસા અને વિજાપુરમાં રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. ફ્રી વીજળી માટે આમ આદમી પાર્ટીને એક મોકો આપવા હરભજન સિંઘે અપીલ કરી હતી.
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં અમદાવાદના સરસપુર ખાતે રોડ શો યોજાયો હતો.