Western Times News

Gujarati News

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો

ઠેર-ઠેર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયુંઃ મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીનું વડાપ્રધાને અભિવાદન કર્યું

(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે તા.૫મીએ મતદાન થવાનું છે ત્યારે અમદાવાદ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં સૌથી વિશાળ રોડ શો યોજી પ્રચાર કર્યાે હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને ઠેર ઠેર વડાપ્રધાનનો સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ પણ લોકોની અભિવાદન ઝીલ્યું હતું. સરદાર પટેલ, પંડિત દિનદયાલ ઉપાધ્યાય સહિતના મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં મેરેથોન રોડ-શો બાપુનગરથી આગળ ખોડિયારનગર થઈ વિરાટનગર ચાર રસ્તા તરફ રવાના થયો હતો.

નરોડાથી શરુ થયેલો આ રોડ શો અગાઉ કૃષ્ણનગર થઈ હીરાવાડી અને ત્યાંથી શ્યામશિખર ચાર રસ્તા પહોંચ્યો હતો. અહીં વડાપ્રધાનનો કાફલો અટક્યો હતો અને મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પૂષ્પ અર્પણ કર્યા હતા. અહીંથી મોદીનો રોડ-શો નિર્ધારિત રુટ પર બાપુનગર અને ત્યાંથી ખોડિયારનગર ચાર રસ્તા તરફ રવાના થયો હતો. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા.

અગાઉ જાણે મોદીના રોડ-શોનું ઘેલું લાગ્યું હોય તેમ તેઓ રીતસર વડાપ્રધાનનો કાફલો પસાર થયા બાદ પાછળ દોડતા જાેવા મળ્યા હતા. બીજીતરફ આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.

બીજીતરફ અમદાવાદ શહેરની ૧૩ વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ ૧૪ વિધાનસભામાં રોડ શો કર્યાે હતો. આ રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ૩૫ જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો વ્યાસવાડી થઈને સુભાષબ્રિજ આરટીઓ સર્કલ ખાતે પહોંચ્યો હતો.

જ્યાં વડાપ્રધાને આરટીઓ સર્કલ પાસે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ત્યાંથી કાફલો સાબરમતી જવા રવાના થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઘાટલોડિયા વિધાનસભામાં પહોંચ્યો હતો. પલ્લવ ચાર રસ્તાથી તેઓ પ્રભાત ચોકથી કાફલો પાટીદાર ચોક પહોંચ્યા હતો. ત્યાંથી આગળ વધી કાફલો અખબારનગર બ્રિજ પહોંચ્યો હતો. કાફલો વ્યાસવાડી થઈને સાબરમતી પહોંચ્યો હતો.

એલિસ બ્રિજ પાસે ભાજપના ઉમેદવાર અમિત શાહ સહિત જનતાએ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનનો કાફલો શ્યામલ બ્રિજ પર પહોંચ્યો હતો. નરેન્દ્ર મોદીનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. શિવરંજની બ્રિજની નીચે જ્યારે મોદી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો મોદીની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી હતી અને મોદીની ગાડીની આગળ આવી પહોંચ્યા હતા.

એસપીજીની ટીમ દ્વારા લોકોને ગાડીથી દૂર ખસેડવા પડ્યા હતા. પીએમ મોદીનો કાફલો અંધજન મંડળ પહોંચ્યો હતો. ત્યાંથી પીએમનો કાફલો આગળ વધી હેલમેટ સર્કલ પહોંચ્યો હતો. જ્યાંથી આગળ વધતા ૧૩૨ ફૂટ રોડ પર એઇસી ચાર રસ્તા કાફલો પહોંચ્યો હતો. એઇસી ચાર રસ્તા થઈ પલ્લવ ચાર રસ્તાથી ઘાટલોડિયા પ્રભાતચોક મોદીનો કાફલો પહોંચ્યો હતો.

નરેન્દ્ર મોદીના રોડ શોએ સાબરમતી નદી ક્રોસ કરી પશ્ચિમ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે ભુલાભાઈ ચાર રસ્તા થઈને પીએમનો કાફલો આંબેડકર બ્રિજથી ચંદ્રનગર પહોંચ્યા હતા. ત્યાંથી આગળ વધતા રોડ શોમાં એટલી ભીડ ઉમટી હતી કે, લોકો મોદીને જાેવા માટે રોડ પર આવી ગયા હતા.

લોકોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો. લોકો મોદીની ગાડીની આગળ આવી ગયા હતા. એસપીજીને લોકોને દૂર કરવાની ફરજ પડી હતી. મોદીએ પણ લોકોને રસ્તો આપવા વિનંતી કરી હતી.

બાપુનગરમાં ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા અને મેયર કિરીટ પરમારે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. બાપુનગરથી કાફલો વિરાટનગર પહોંચ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાનનો કાફલો હાટકેશ્વર સર્કલ થઈ મણિનગર તરફ આગળ વધ્યો હતો. જે બાદ મોદીનો કાફલો અનુપમ બ્રિજ પહોંચ્યો હતો. જ્યાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ત્યાંથી કાફલો ઝડપથી આગળ વધી રહ્યો હતો. કાંકરિયા થઈ ભુલાભાઈ ચાર રસ્તા પહોંચ્યો હતો.

વડાપ્રધાનને જાેવા માટે મોદીના ફોટો સાથે પ્લે કાર્ડ લઇને લોકો પહોંચ્યા હતા. ત્યારે મોદીનો રોડ શો કૃષ્ણનગર ચાર રસ્તાથી હીરાવાડી તરફ પહોંચ્યો હતો. ત્યારે હીરાવાડીથી બાપુનગર તરફ સ્પીડમાં રોડ શો આગળ વધી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્યામશિખર ચાર રસ્તા પહોંચ્યા હતા.

જ્યાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદીના આગમન પહેલા મુખ્ય રસ્તાને જાેડતા રસ્તા બંધ કરતા ટ્રાફિક જામ થયો. વાહન ચાલકો અટવાયા. ચંદ્રનગર બાજુ ટ્રાફિક જામ થયો હતો.

વડાપ્રધાન મોદીની એક ઝલક જાેવા માટે ધરણીધર દેરાસર નજીક લોકો રોડ પર ઉમટી પડ્યા છે. મોદીનો રોડ શો હોવાથી બીઆરટીએસ રૂટ અંજલિથી નહેરુનગર બંધ કરવામાં આવ્યો છે. મોદીનું ભવ્ય સ્વાગત માટે લોકો હાથમાં કમળનું નિશાન અને માથે ભાજપની ટોપી પહેરીને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

સ્ટેજ બનાવમાં આવ્યો છે. આરપીએફના જવાનો રૂટ પર તહેનાત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાની બેઠકો માટે મોદી દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાને કાલોલ અને હિંમતનગરમાં જાહેર સભા યોજી હતી. ત્યારબાદ અમદાવાદમાં સાંજે રોડ શો યોજ્યો હતો. મોદી આ રોડ-શોમાં અમદાવાદની રથયાત્રા જેટલો લાંબો રૂટ કવર કરવામાં આવ્યો છે. રથયાત્રાનો કુલ ૩૪ કિમીનો રૂટ છે અને અત્યારસુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો આ સૌથી લાંબો રોડ શો છે. આ પહેલાં તેમણે સુરતમાં ૩૦ કિમીનો રોડ શો યોજાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.