EVMમાં એક મતની પ્રક્રિયામાં ૪૮ સેકન્ડ સમય લાગતા મતદાન ધીમુ રહયું
(એજન્સી)સુરત, સવાર આઠ વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં પહેલેથી જ મતદાન ધીમું થતું હોવાની ફરીયાદો ઉઠી હતી. અઅને મતદાન મંદ ગતીએ થતું હોવાથી પહેલેથી છેલ્લે સુધી મતદાન મથકો પર મત આપવા ગયેલા લોકોની કતારો આખો દિવસ જાેવા મળી હતી.
ભાજપ, કોગ્રેસ, આપ અપક્ષ જેવા તમામ ઉમેદવારોએ દરેકેદરેક વિધાનસભા બેઠકો પર મતદાન ધીમું ચાલતું હોવાની ફરીયાદો કરતા ખુદ જીલ્લા કલેકટર-મુખ્ય ચુંટણી અધિકારીીએ સમગ્ર ઈવીએમ સીસ્ટમ સંભાળતા ભેલના ઉચ્ચાધિકારીઓઅ સાથે પણ મીટીગ કરીને જાણવાની કોશીશ કરી હતી કે મતદાન કેમ ધીમું ચાલી રહયું છે.
એક ઈવીએમ પર એક મતદારનો મત અપલોડ કરવા માટે કુલ ૪૮ સેકન્ડનો સમય નીકળી જતો હોવાનુંનોધાયું છે. જેમાં બેલેટ યુનીટમાં ૧૭ સેકન્ડ, કંટ્રોલ, યુનીટમાં ૭ સેકન્ડ અને કંટ્રોલ યુનીટમાં ર૪ સેકન્ડ મળીને કુલ ૪૮ સેકટ નીકળી જતી હતી. આથી પોણી મિનીટ જેટલો સમય તો એક મતદારના મત માટે નીકળી જતો હતો. આવી સ્થિતીમાં ૧ કલાકમાં વધુમાં વધુ ૮૦ મતદારો મતદાન કરી શકે તેમ હોવાથી મતદાન સ્લો ચાલી રહયું હતું.