ગાંધીનગરની ઉત્તર બેઠક પર કોંગ્રેસ અને ભાજપનો આક્રમક પ્રચાર

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર થી ચાલી રહ્યો છે તો બીજી તરફ સતાપક્ષ અને વિપક્ષ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પોતાનો પ્રચાર ચરમશીમાએ પહોંચાડી રહી છે
ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર ઉત્તર બેઠકના ભાજપના મહિલા દાવેદાર રીટાબેન પટેલ ગૃહિણી હોવા છતાં એ પોતાનો પ્રચાર સવારથી મોડી રાત સુધી પ્રચાર કરતા નજરે ચડ્યા છે.
જાે કે આ વખતે રીટાબેન પટેલે પોતાના પ્રચારમાં અત્યા આધુનિક ડિજિટલ સિસ્ટમ ને મહત્તમ સ્થાન આપ્યું છે એટલું જ નહીં વહેલી સવારથી રીટાબેન પટેલ એક ગૃહિણીનો રોલ અદા કર્યા બાદ તરત જ પોતાના પ્રચારમાં લાગી જાય છે જે મોડી રાત સુધી યથાવત રહે છે
જાેકે આ વખતે ગાંધીનગરની ઉત્તર બેઠક રસાકસી ભરી રહેશે તે બાબત ચોક્કસ છે.ઉલ્લેખનીય છેકે ગાંધીનગર મહાનગરપાલિકા ના મેયર તરીકે પદ ભાર સંભાળ્યા બાદ રીટાબેન પટેલને ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય બનવાની તક આપી છે ત્યારે વિધાનસભાની આ ચૂંટણીમાં રીતાબેન પટેલ કેટલા મતથી પોતાનો વિજય પ્રાપ્ત કરશે તે મુદ્દો પણ ગાંધીનગરમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.
તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલા પણ પોતાના પક્ષનો જાેરદાર પ્રચાર કરી રહ્યા છે. વિરેન્દ્રસિંહ વાઘેલા પણ જાહેર સભાઓ સમાજ સાથેની મીટીંગો તેમજ રોડ શો કરી પોતાના પ્રચારનો પડઘમ વગાડી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં બંને રાજકીય પક્ષોમાં મતદારોની ખેંચતાણ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ ના બંને ઉમેદવારો પ્રચારમાં કચાસ રહી ન જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે
આ ઉપરાંત પોતાના ચૂંટણી કાર્યાલય ઉપર આખી રાત પોત પોતાના ટેકેદારો અને સમર્થકોનો મેળાવડો જામે છે તો બીજી તરફ અલગ અલગ ઓફિસોમાં વિવિધ નાસ્તા ચા અને પાણીની જયાપત સાથે ચૂંટણીના આગામી પ્રચાર અંગેની રણનીતિઓ તૈયાર થઈ રહી છે
જાેકે બીજા તબક્કામાં આયોજિત થનારા મતદાન એટલે કે પાંચ ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં મતદારો પોતાના મત નો ઉપયોગ કરશે અને ત્યારબાદ આગામી આઠ ડિસેમ્બરે ગાંધીનગરની ઉત્તર બેઠક ઉપર કયા ઉમેદવારોનો કેટલા મતે વિજય થશે તે જાેવું રહ્યું