પુણેમાં ૬ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન મહિલાઓ માટે આર્મી મહિલા સૈન્ય ભરતી

પુણે, પુણેમાં ૬ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન મહિલાઓ માટે આર્મી ભરતી મહિલા સૈન્ય પોલીસ ભરતી માટે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં અગ્નિવીર જનરલ ડ્યુટી (મહિલા સૈન્ય પોલીસ) માટે એક ભરતી રેલી ૬ થી ૧૧ ડિસેમ્બર સુધી કિર્કીના BEG સેન્ટર ખાતે યોજવામાં આવશે, આ અંતર્ગતની માહિતી અધિતકારીએ જણાવ્યું હતું.પુણેમાં ખાસ ભરતી રેલી યોજાશે.
એક ડિફેન્સ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને દમણની મહિલાઓને ભારતીય સેનામાં જાેડાવાની તક આપવાનો છે, તેમને દેશની સેવા કરવા જાેડાય તે ખાસ ઉદ્દેશ છે.
ઉમેદવારોએ શારીરિક, તબીબી તપાસમાંથી પસાર થવું પડશે અને સામાન્ય પ્રવેશ પરીક્ષામાં હાજર રહેવું પડશે. ફક્ત તે ઉમેદવારો જેઓ શારીરિક અને તબીબી રીતે ફિટ છે તેઓ લેખિત પરીક્ષા આપી શકે છે, પ્રકાશનમાં જણાવ્યું હતું. ફાઇનલ સિલેક્શન મેરિટના આધારે કરવામાં આવશે અને ત્યાર બાદ તેઓને મિલિટરી પોલીસ કોર્પ્સમાં અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જાેડાવા માટે બોલાવવામાં આવશે.