Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનના સંરક્ષણ પ્રધાન મુલ્લા યાકુબે યુએઈના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

કાબુલ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને સંયુક્ત આરબ અમીરાત માન્યતા આપી શકે છે. તાલિબાનના કાર્યવાહક રક્ષા મંત્રી મુલ્લા મોહમ્મ્દ યાકૂબે અબુધાબીમાં યુએઈના પ્રમુખ શેખ મોહમ્મ્દ બીન ઝાયેદ અલ-નાહયાન સાથે મુલાકાત કરી હતી. ત્યારથી આ અટકળોએ જાેર પકડ્યું છે.

મુલ્લા યાકુબ તાલિબાનના દિવંગત સુપ્રીમ નેતા મુલ્લા ઉંમરનો પુત્ર છે. અફઘાન રક્ષા મંત્રાલયે કાબુલમાં એક નિવેદન જાહેર કરી કહ્યું કે, બંને નેતાઓએ રવિવારે તેમની મુલાકાત દરમિયાન સંબંધોને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગને વિસ્તારવા પર ચર્ચા કરી.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોની હકાલપટ્ટી બાદ દેશમાં તાલિબાનનું શાસન છે. જાે કે, તાલિબાન સરકારને કોઈપણ દેશની સરકાર દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી. બંને નેતાઓ અને અન્ય ઇસ્લામિક નેતાઓ અબુ ધાબીના અલ શૈતી પેલેસમાં મળ્યા હતા. યુએઈની સત્તાવાર સમાચાર એજન્સી ડબલ્યુએએમએ અહેવાલ આપ્યો છે કે આ બેઠક રવિવારે થઈ હતી.

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું મુલ્લા યાકુબે સંબંધોને મજબૂત કરવા, UAE અને અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જાે કે યુએઈ સરકારે હજુ સુધી તાલિબાન સરકારને માન્યતા આપવા અંગે કંઈ કહ્યું નથી.

તાલિબાન સરકારને સત્તામાં આવ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ પાકિસ્તાન, ચીન, રશિયા સહિતના ઘણા દેશોએ તેની સાથે વ્યાપારી સંબંધો બાંધવા સાથે તેની મદદ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ સત્તાવાર માન્યતા આપવાનું ટાળ્યું છે. ભારત માનવતાના આધાર પર અફઘાન લોકોને મદદ મોકલી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની હકાલપટ્ટી બાદ તાલિબાન સત્તામાં છે. ત્યારથી, સંપૂર્ણ ઇસ્લામિક શાસન અફઘાનિસ્તાનમાં પાછું આવ્યું છે. તાલિબાને સત્તા સંભાળતાની સાથે જ મહિલાઓના અધિકારો અને માનવ અધિકારોનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હાલમાં માલ્ટા સમાચારો અનુસાર ત્યાં મહિલાઓ અને માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ આતંકવાદી સંગઠનો પણ સક્રિય થયા છે. છેલ્લા એક વર્ષમાં અહીં ઘણી આતંકી ઘટનાઓ સામે આવી છે, જેમાં સેંકડો લોકોના મોત થયા છે. મોટાભાગના હુમલાઓમાં મસ્જિદોને નિશાન બનાવવામાં આવી છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.