Western Times News

Gujarati News

સ્પેક એસ.પી.સી.એ.એમ. દ્વારા “એમ.એસ.એમ.ઈ યુનિટ” ખાતે વિઝીટનું આયોજન કરાયું

અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા “જી.આઈ.ડી.સી.” સ્થિત એમ.એસ.એમ.ઈ. યુનિટ વિદ્યાનગર ખાતે વિઝીટનું આયોજન ડો.આશિષ વોરા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બી.બી.એ. ના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ કંપનીમાં લઘુ ઉદ્યોગોને પ્રાપ્ત થતી તકો અને ઉદ્યોગોને વિકસિત કરવા ઉભા થતા પરિબળો વિશે યોગ્ય માર્ગદર્શન પાપ્ત કર્યું હતું.

આ સમગ્ર વિઝીટનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડો.નિરવ ત્રિવેદી દ્વારા સ્ટાફગણના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ વિઝીટના સફળ આયોજન બદલ સંસ્થાના ચેરમેનશ્રી ગિરીશ પટેલ, સેક્રેટરીશ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ તથા સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટના કાર્યકારી આચાર્ય શ્રી ડો. નિરવ ત્રિવેદી દ્વારા તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.