20 હજારથી વધુ ફેક્ટરી અને ગોડાઉન પોલીસના હિટ લિસ્ટમાં
અમદાવાદ આસપાસની બંધ ફેક્ટરી બની ગુનાખોરીનું હબ-વીસ હજારથી વધુ ફેક્ટરી અને ગોડાઉન પોલીસના હિટ લિસ્ટમાં સિંઘરોટ વિસ્તારમાં મળી આવેલી ડ્રગ્સની ફેક્ટરી બાદ પોલીસ એલર્ટ
અમદાવાદ, વડોદરા ગ્રામ્યના સિંઘરોટ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી ૨૫ કિલો ડ્રગ્સ મળ્યું હોવાની ઘટનાથી સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી છે. બંધ ફેક્ટરીઓ અને ગોડાઉન ગુનાખોરીનું હબ હોવાનું સામે આવતાં પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ માસ્ટરપ્લાન બનાવ્યો.
અમદાવાદ સહિત રાજ્યભરમાં બંધ પડી રહેલી ફેક્ટરીમાં પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ સર્ચ ઓપરેશન હાથ ધરશે. બંધ ફેક્ટરીઓ દારૂ સંતાડવામાં આવે છે, સસ્તા અનાજને પલટી મારવામાં આવે છે.
શહેરના છેવાડે આવેલી જીઆઈડીસીને ગુનેગારોએ પોતાનો અડ્ડો બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. જેમને રોકવા માટે પોલીસ માસ્ટર પ્લાન તૈયાર કર્યાે છે. અમદાવાદના છેવાડે આવેલા ગોડાઉનમાં બુટલેગરો દારૂ સંતાડી રહ્યા છે, જ્યારે વેપારીઓ ગેરકાયદે સોપારી અને યુરિયાને ગોડાઉનમાં સંતાડી રહ્યા છે.
અનાજની પલટી મારતા કાળાં બજારિયાને રોકવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ વીસ હજારથી વધુ ગોડાઉનની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના માસ્ટર પ્લાન પ્રમાણે શહેરની આસપાસ આવેલી તમામ બંધ ફેક્ટરી તેમજ ગોડાઉનનું લિસ્ટ તૈયાર કરાયું છે અને ગમે ત્યારે તેમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે.
અમદાવાદના છેવાડાના વિસ્તારોમાં અંદાજે વીસ હજારના વધુ ગોડાઉન આવેલાં છે, જેમાં કેટલાંક ગોડાઉનમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની આશંકા છે. ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે એક માસ્ટર તૈયાર કરાયો છે, જમાં વીસ હજારથી વધુ ગોડાઉનની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
બુટલેગરો દારૂ છુપાવવા માટે અસલાલી વિસ્તારમાં આવેલા ગોડાઉનનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત ગેરકાયદે સોપારીનો જથ્થો પણ ગોડાઉનમાં છુપાવાય છે જ્યારે સસ્તા અનાજની સંગ્રહ પણ કરવામાં આવે છે. યુરિયા સહિતની ચીજવસ્તુઓ છુપાવવા માટે પણ ગોડાઉનનો ઉપયોગ થાય છે.
પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે અને તમામ ગોડાઉનનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એક પછી એક ચેકિંગ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અસલાલી વિસ્તારને બુટલેગરોએ દારૂનો સંગ્રહ કરવા માટેનું ગોડાઉન બનાવી દીધું હોવાનંુ સામે આવ્યું છે.
થોડા દિવસ પહેલાં અસલાલી પોલીસે ૨૯.૭૨ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સિવાય તાજેતરમાં એટીએસની ટીમે ડ્રગ્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. થોડા સમય પહેલાં નરોડા જીઆઈડીસીમાં સસ્તા અનાજનું કૌભાંડ પણ ઝડપાયું હતું.
શહેરની આસપાસનાં કેટલાંક ગોડાઉનમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી અસલાલી પોલીસે થોડા મહિના પહેલાં એક હજારથી વધુ ગોડાઉન તપાસ કરી હતી, જેમાં એક ગોડાઉનમાંથી કુલ ૫૬૧ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અવાવરું જગ્યા પર આવેલાં કેટલાંક ગોડાઉનમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે.
અગાઉ પણ ગોડાઉનમાંથી દારૂનો પુષ્કળ જથ્થો ઝડપી પાડ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્ટેટ મોનિટરીંગ સેલે પણ ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂનું ગોડાઉન રાખીને જાેઈએ તેટલી પેટી તેમાંથી ખેપિયા લઇ જાય છે.