મતગણતરી પહેલા દાહોદનાં સ્ટોંગરૂમમાં અવરજવર વધી
દાહોદ, રાજ્યમાં આવતીકાલે ફેંસલાનો દિવસ છે. ગુજરાતમાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન થશે તે કાલે ખબર પડશે. રાજકારણનાં આ ગરમાવા વચ્ચે દાહોદનાં સ્ટ્રોંગ રૂમ આગળ હંગામો થયો છે. સ્ટ્રોંગ રૂમની આસપાસ અવરજવર વધતા ભાગદોડ મચી ગઇ હતી.
આ સમાચાર વાયુવેગે પ્રસરતા કોંગ્રેસ અને આપનાં કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. જાેકે, થોડીવારમાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. દાહોદ પોલીસે આપેલી પ્રાથમિક માહિતી અનુસાર, એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતુ. એન્જીનીયરીંગ કોલેજની હોસ્ટેલના વિદ્યાર્થીઓ ગેટ ઉપર અવરજવર કરતા શંકાઓ ઉભી થઈ હતી.
જાેકે, આ ઘટના બાદ કોંગ્રેસ અને આપનાં ઉમેદવાર અને કાર્યકર્તાઓએ સ્ટ્રોંગ રૂમની બહાર પહેરો વધારી દીધો હતો. તેમણે જણાવ્યું હતુ કે, જ્યાં સુધી મતગણતરી પુરી નહીં થાય ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં.
આ ઉપરાંત ફતેપુરા તાલુકાના મારગાળા ગામે ગતરોજ વિધાનસભાની ચૂંટણી સમયે પીપેર ફળિયા બુથ કેન્દ્ર કોંગી કાર્યકરને ચપ્પુ મારવાની ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે, મારામારીમાં સંડોવાયેલા મનાતા ચાર લોકોની વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફતેપુરા તાલુકાના મારગાળા ગામના પીપેર ફળિયા બુથ કેન્દ્ર નંબર પાંચ ઉપર ગતરોજ વિધાનસભા ચૂંટણી સમય દરમિયાન સાંજના ત્રણ વાગ્યાના અરસામાં ભાજપ-કોંગ્રેસના લોકો વચ્ચે બોલાચાલી-મારામારી થઈ હતી. દાહોદ વિધાનસભા બેઠક પર વર્ષ ૧૯૬૨થી અત્યાર સુધીમાં ૧૩ વખત ચૂંટણી યોજાઈ ચૂકી છે. જેમાંથી ભારતીય જનતા પાર્ટી ત્રણ વખત આ બેઠક જીતવામાં સફળ રહી છે.
મોટાભાગે આ બેઠક પર કોંગ્રેસનું શાસન ચાલ્યું આવે છે. ૨૦૧૨ વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા વજેસિંહભાઈ પારસીગભાઈ પણદાને ઉમેદવાર બનાવાયા હતા. આ વિસ્તારમાં તેમની પકડ મજબૂત છે. તે ચૂંટણીમાં ભાજપે પલાસ નગરસિંહને ટિકિટ આપી હતી.
વજેસિંગભાઈને ૭૩૯૫૬ મત અને નગરસિંહને ૩૪૪૦૮ મત મળ્યા હતા. આ ચૂંટણીમાં વજેસિંગભાઈનો ઊંચી સરસાઈથી વિજય થતા ગત ૨૦૧૭ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે વજેસિંગભાઈ પણદાને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે કિશોરી કનૈયાલાલને મેદાનમાં ઉતાર્યા હતા. તે સમયે કોંગ્રેસના ઉમેદવાર વજેસિંગભાઈને ૭૯૮૫૦ મત મળ્યા હતા જ્યારે ભાજપના કનૈયાલાલને ૬૪૩૪૭ મત મળ્યા હતા.SS1MS