Western Times News

Gujarati News

આવતા પાંચ દિવસ કાતિલ ઠંડી સાથે અનેક વિસ્તારોમાં થશે માવઠું

અમદાવાદ, આજ સવારથી જ અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યાનું અનુભવાઇ રહ્યું છે. રાજ્યમાં ઠંડીનું જાેર વધી રહ્યું છે વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે.

હવામાન વિભાગનું અનુમાન છે કે, ૨થી ૩ ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે ૨ થી ૩ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી વધી જશે. આ સાથે આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી ૫ દિવસ કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે,ગુજરાતમાં આગામી ૫ દિવસ કાતિલ ઠંડી પડશે. મોટાભાગના શહેરોમાં તાપમાનમાં થશે ઘટાડો.

હવામાન વિભાગે ૨થી ૩ ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. ૫ દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી આ આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, આગામી દિવસોમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. હાલમાં ઠંડી પડી રહી છે ત્યારે ૮ ડિસેમ્બરથી ૧૨ ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાળાના ભાગોમાં વાદળછાયુ અને હવામાનમાં પલટો આવવાના કારણે રાજ્યમાં ઠંડી આવવાની શકતા રહે છે.

જેમાં ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી પહોંચવાની શકતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી પડશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ૧૫, ૧૬, ૧૭ માં ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ અને અરબ સાગરના ભેજના લીધે રાજ્યના અમુક ભાગમાં માવઠું થવાની શકયતા છે.

ગત વર્ષોમાં સૌથી નીચા તાપમાનની વાત કરીએ તો, ૪ નવેમ્બર ૨૦૧૮ના ૧૪.૨, ૨ નવેમ્બર ૨૦૧૯ના ૧૬.૨, ૧૬ નવેમ્બર ૨૦૨૦ના ૧૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ ૧૬ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.