Western Times News

Gujarati News

દિલ્હી MCD ચૂંટણીમાં AAP આગળઃ ભાજપની 91 બેઠકો જીત

દિલ્હી MCD ચૂંટણી પરિણામ; જ્યારે પ્રારંભિક વલણોએ ભાજપને AAP કરતા આગળ દર્શાવ્યું હતું, ત્યારે કેજરીવાલની પાર્ટી હવે 125ના હાફવે આંકને પાર કરવા માટે તૈયાર દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીનું ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યુ છે. કોંગ્રેસના ભાગે સિંગલ ડિજીટમાં જીત આવે તેવું લાગી રહ્યુ છે.

બપોરે 1.09 વાગ્યે દિલ્હી રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે AAPએ 112 બેઠકો જીતી છે અને અન્ય 20 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપે 91 બેઠકો જીતી છે અને 14 બેઠકો પર આગળ છે.

કોંગ્રેસે છ જીત મેળવી છે અને બે બેઠકો પર આગળ છે. એક અપક્ષ ઉમેદવારો એક વોર્ડ જીત્યા છે અને અન્ય ત્રણ અન્ય જગ્યાએ આગળ છે અને અસદુદ્દીન ઓવૈસીના AIMIM ઉમેદવાર એકમાં આગળ છે.

દિલ્હી એમસીડીના લગભગ તમામ એક્ઝીટ પોલ પણ આમ આદમી પાર્ટીને 130 થી 150 સીટો મળશે તેવી આગાહી કરી હતી. અને ભાજપને 70 થી 90 સીટો મળે તેવી આગાહી કરી હતી.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી માટે મતોની ગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થઈ છે જે આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસનું ભાવિ નક્કી કરશે.

રાજધાનીમાં 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. કુલ 1,349 ઉમેદવારો મેદાનમાં છે અને લગભગ 50 ટકા મતદાન થયું હતું.

250 વોર્ડમાંથી 125 સીટ પર બહુમતિ સાબિત કરવી જરૂરી છે.

એક્ઝિટ પોલના અનુમાન બાદ AAP ચૂંટણીમાં મોટી જીત બતાવી હતી, કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી અત્યંત આશાવાદી છે. “હું દિલ્હીના લોકોને અભિનંદન આપવા માંગુ છું. હું ગઈકાલે પરિણામો જોઈ રહ્યો હતો. લોકોએ ફરીથી AAPમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે,” દિલ્હીના મુખ્ય પ્રધાને મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું.

દરમિયાન, ચૂંટણી પંચે મતગણતરી માટે શહેરભરમાં 42 મતગણતરી કેન્દ્રો ઉભા કર્યા છે. ચૂંટણી નિરીક્ષકો અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) ના 136 ઈજનેરો તૈનાત કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.