જેસલમેરમાં પૌત્ર-દોહિત્રી સાથે કેક કાપી શર્મિલા ટાગોરે ઉજવ્યો બર્થ ડે
મુંબઈ, સૈફ અલી ખાનનાં મમ્મી અને બોલિવુડના પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરનો ૮ ડિસેમ્બરે જન્મદિવસ હતો. શર્મિલા ટાગોરના ૭૮મા જન્મદિવસને યાદગાર બનાવવા માટે તેમનો પરિવાર તેમને જેસલમેર લઈ ગયો હતો.
શર્મિલા ટાગોર દીકરા સૈફ અલી ખાન, પુત્રવધૂ કરીના કપૂર, પૌત્ર તૈમૂર અને જેહ તેમજ દીકરીઓ સોહા અને સબા ઉપરાંત સોહાની દીકરી ઈનાયા સાથે ગુરુવારે જ જેસલમેર જવા રવાના થયા હતા. રાત્રે અહીં તેમણે પરિવાર સાથે કેક કાપીને બર્થ ડેની ઉજવણી કરી હતી.
સોહા અલી ખાન, સબા અને કરીનાએ શર્મિલા ટાગોરના ૭૮મા બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવી છે. સોહા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર કેક કટિંગનો વિડીયો શેર કર્યો છે. જેમાં શર્મિલાની બાજુમાં કરીના-સૈફ તેમજ સોહા અને સબા જાેવા મળી રહ્યા છે.
જેસલમેરમાં ઠંડી હોવાથી સૌ સ્ટાઈલિશ વિન્ટર વેરમાં જાેવા મળી રહ્યા છે. પોતાના બાળકો અને પરિવારના સભ્યો સાથે બર્થ ડે ઉજવીને શર્મિલા ટાગોર ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. સબાએ શેર કરેલી તસવીરોમાં સૈફ અને સબા મમ્મીને કેક ખવડાવવા માટે હોડ લગાવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.
કરીના કપૂરે પણ સાસુ સાથે સુંદર તસવીર શેર કરતાં લખ્યું, ‘મારા સુંદર સાસુને જન્મદિવસની શુભેચ્છા. શર્મિલા ટાગોરે પોતાના પૌત્ર અને દોહિત્રી સાથે પણ કેક કાપીને બર્થ ડેની ઉજવણી કરી હતી. કરીના કપૂરે તૈમૂર અને ઈનાયાની શર્મિલા સાથે તસવીરો શેર કરી છે. જેમાં શર્મિલા પૌત્ર અને દોહિત્રી પર પ્રેમ વરસાવતા જાેવા મળી રહ્યા છે.
શર્મિલા તૈમૂર અને ઈનાયા સાથે કેક કાપીને ઉજણવી કરી ત્યારે તેમના પર ખુશી દેખાઈ રહી હતી. કરીનાએ આ તસવીરો શેર કરતાં લખ્યું, “રણમાં મીઠાઈ (ડિસર્ટ ઈન ડિસર્ટ). બડી અમ્મા, ટીમ ટીમ અને ઈન્ની.” સાથે જ તેણે ખુલાસો કર્યો કે કેપ્શન તેની નણંદ સોહાએ આપ્યું છે.
કરીના પરિવાર સાથે જેસલમેર ફરવા ગઈ છે ત્યારે ત્યાંથી અન્ય કેટલીક તસવીરો પણ શેર કરી છે. કરીનાએ ઊંટ લારી પાસે ઊભા રહીને કોફી પીવાનો આનંદ માણ્યો હતો. સોહાએ એક તસવીર શેર કરી છે જેમાં તૈમૂર અને ઈનાયા દોડતાં જાેવા મળી રહ્યા છે.
તસવીરો જાેતાં લાગી રહ્યું છે કે, પટૌડી પરિવાર વેકેશનને મન ભરીને માણી રહ્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર હવે હંસલ મહેતાની આગામી ફિલ્મમાં જાેવા મળશે. કરીનાએ તાજેતરમાં જ આ ફિલ્મનું લંડનમાં શૂટિંગ કર્યું હતું. આ સિવાય કરીના ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ થકી ડિજિટલ ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં જયદીપ અહલાવત અને વિજય વર્મા સાથે દેખાશે. સૈફની વાત કરીએ તો તે ફિલ્મ ‘આદિપુરુષ’માં નેગેટિવ રોલમાં દેખાશે.SS1MS