Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

‘મૈંડૂસ’ વાવાઝોડું તામિલનાડુમાં ત્રાટક્યું

ચેન્નઇ,બંગાળની ખાડીમાં ઉદ્દભવેલુ મૈંડૂસ વાવાઝોડુ મોડીરાતે તામીલનાડુના દરિયા કાંઠે ત્રાટક્યું હતું અને તેમાં વ્યાપક તારાજી સર્જાઇ છે. સેંકડો વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત મકાનોના છાપરા ઉડ્યા હતા અને છતો જમીનદોસ્ત થઇ હતી.

વીજ વ્યવસ્થાને પણ થવા ઉપરાંત રેલવે તથા વિમાની સેવા પણ પ્રભાવિત થઇ હતી. Heavy rains with strong winds in Pattinapakkam area of Chennai as landfall process of cyclone #Mandous.

ચેન્નઇ સહિતના શહેરોમાં ભારે વરસાદ વચ્ચે જળબંબાકારની હાલત સર્જાય છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે મૈંડૂસ વાવાઝોડુ 75 કિ.મી.ની ઝડપે રાત્રે 11.30 વાગ્યે તામીલનાડુના દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને રાત્રે 1.30 વાગ્યે મહાબલીપુરમ પહોંચ્યુ હતું.

તામીલનાડુના દરિયાકાંઠે મોડીરાતે ત્રાટકેલા મૈંડૂસ વાવાઝોડાએ ભારે તારાજી સર્જયા બાદ હળવુ પડી ગયું હતું. વાવાઝોડુ ડીપ ડીપ્રેશનમાં પરિવર્તિત થઇ ગયું હતું અને આજે બપોરે સંપૂર્ણ નબળુ થઇ ગયું હતું. જોકે તેના પ્રભાવ હેઠળ અનેક શહેરો-જિલ્લાઓમાં વ્યાપક વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું કે વાવાઝોડુ 75 કિ.મી.ની ઝડપના પવન સાથે ત્રાટક્યું હતું અને ત્યારબાદ ઉતર પશ્ર્ચિમ તરફ આગળ વધવા સાથે ગતિ ધીમી પડીને 55 થી 65 કિ.મી.ની થઇ ગઇ હતી. સાંજ સુધીમાં તે વધુ ઘટીને 30 થી 40 કિ.મી.ની ઝડપ થઇ જવાની શક્યતા છે.

મકાનોના છાપરા ઉડ્યા હતા અને તણાઇ ગયા હતા. તારાજીનો સર્વે શરુ કરવામાં આવ્યો છે. વાવાઝોડાની અસર હેઠળ ચેન્નઇ એરપોર્ટના 16 વિમાનો રદ કરી નાખવામાં આવ્યા હતા. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તામીલનાડુ, પોંડેચેરી તથા આંધ્રપ્રદેશના 12 જિલ્લાઓ વાવાઝોડાથી પ્રભાવિત થયા હતા.

તામીલનાડુમાં એનડીઆરએફની ટીમોને રાહત બચાવ કામગીરીમાં તૈનાત રાખવામાં આવી છે અને અગાઉ જ 5000 જેટલા રાહત કેન્દ્રો ખોલી નાખવામાં આવ્યા હતા. ચેંગલપટ્ટુમાં 1058 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ચેન્નઇમાં એક ફ્યુઅલ સ્ટેશનની છત પણ ધરાશાયી થઇ હતી ઉપરાંત ઝાડ તૂટી પડ્યુ હતું.

જો કે કોઇ જાનહાનીના અહેવાલ નથી. ચેન્નઇ, કુડાલોર સહિત 16 જિલ્લાઓમાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને પરીક્ષાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.

ચેન્નઇ તથા મહાબલીપુરમને જોડતા હાઈવે પર વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. તામીલનાડુ સિવાય આંધ્રપ્રદેશના કેટલાક ભાગો પણ વાવાઝોડાથી પ્રભાવિત થયા હતા. આ સિવાય પોંડેચેરીના કેટલાક ભાગોને પણ વ્યાપક નુકસાન થયું હતું.

હવામાન વિભાગના સુત્રોએ કહ્યું કે વાવાઝોડુ અગાઉ અત્યંત ખતરનાક શ્રેણીનું ગણવામાં આવતુ હતું જેમાં 89થી 117 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતો હોય છે. પરંતુ ત્યારબાદ તે હળવુ પડી જવા સાથે પવનની ગતિ 62 થી 88 કિ.મી.ની ઝડપે ત્રાટકવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers