Western Times News

Gujarati News

હીટરની સાથે માર્કેટમાં આવી ગયું હીટરવાળું જેકેટ

નવી દિલ્હી, આપણા દેશમાં જાે કોઈ ઋતુ શરુ થાય તો, તેની અસર કેટલાય મહિનાઓ સુધી જાેવા મળે છે. ગરમીની સીઝનમાં તો એસી વગર રહેવું અઘરુ થઈ જાય છે, જ્યારે વરસાદની સીઝનમાં વરસાદ એટલો થાય છે કે, રેનકોટ અને છત્રી વગર બહાર નીકળી શકાતું નથી.

જ્યારે ઠંડીની સિઝનમાં ઘરે હોય કે બહાર હીટરની જરુર તો પડે છે, ત્યારે આવા સમયે એક એવું જેકેટ બનાવામાં આવ્યું છે, જે હાલતા-ચાલતા હીટરની ગરમી આપશે. ત્યારે આવા સમયે જાે આપ જેકેટ અથવા હીટર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો એક ભાવમાં બે કામ કરી શકશો. માર્કેટમાં આવેલું Heating Jackªની અંદર હીટર ફીટ થયેલું છે.

જેમાં એક બટન ગબાવતા આપને ક઼ડકડતી ઠંડીમાં પણ મે-જૂન જેવી ગરમીનો અનુભવ થશે. આ જેકેટ મામૂલી નથી, પણ તેની કિંમતો ગુણના હિસાબથી વધારે નથી.તો આવો આપને જણાવીએ કે, શરીરને ગરમ કરનારુ આ જેકેટ કામ કેવી રીતે કરે છે અને ક્યાંથી આપને મળી રહેશે. જેકેટની અંદર ૫ અલગ અલગ હીટિંગ ઝોન આવેલા છે, જે આખા શરીરને ગરમ કરે છે.

આપ ભારે ભરખમ કપડાની જગ્યાએ એક જેકેટથી ક઼ડકડતી ઠંડીમાં પણ આરામથી ફરી શકશો. જેકેટની અંદર લાગેલા મટીરિયલ તેને સામાન્ય જેકેટથી અલગ બનાવે છે.

જેકેટમાં લગાવેલું એક બટન જેવું દબાવશો કે, તે હીટિંગ એલિમેન્ટ ઓન થઈ જશે. તાપમાન કંટ્રોલ કરવા માટે અલગ અલગ ૩ લેવલ આપેલા છે. જે બટન દ્વારા સેટ થઈ જશે. જાે આપ આ જેકેટને ધોવા માગો છો, પહેલા તેમા આપેલા હીટિંગ એલિમેન્ટને કાઢી નાખવા પડશે. આ જેકેટને સામાન્ય દુકાન નહીં પણ ઓનલાઈનમાં સરળતાથી ખરીદી શકશો.

YHG Heated Vestના ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Amazon પર વેચી રહ્યું છે. તેની કિંમત લગભગ એક સ્ટાંડર્ડ જેકેટ અથવા સામાન્ય હીટર બરાબર છે. જે લગભગ ૯ હજાર એમઆરપીવાળી જેકેટને ડિસ્કાઉન્ટ બાદ ૪૩૧૬ રૂપિયામાં ખરીદી શકશો. તેની સાથે આપને USB Heating Support મળે છે, જેને ચાર્જ કરી શકાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.