Western Times News

Gujarati News

અમદાવાદમાં ડ્રગ્સનો ‘કાળો કારોબાર’ : ૧ર લાખના એમડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા

Files Photo

એસઓજી ક્રાઈમ બ્રાંચની ટીમે રામોલ-જનતાનગર પાણીની ટાંકી પાસે બુલેટ લઈ બેઠેલા આરોપીને રંગેહાથે ઝડપી લીધાઃ૩૧ ડીસેમ્બરની પાર્ટી માટેે ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની પોલીસને આશંકા

(એજન્સી) અમદાવાદ, શહેરમાં ૩૧મી ડીસેમ્બરની કેટલીક પાર્ટીઓમાં શરાબ, શબાબ અને કબાબનો માહોલ જામતો હોય છે. કેટલાંય નબીરાઓ અને હાઈપ્રોફાઈલ યુવતિઓ ડ્રગ્સનો નશો કરતા હોય છે. ત્યારે ૩૧મી ડીસેમ્બરની પાર્ટીઓમાં ડ્રગ આપનારા પેડલરો સક્રિય થઈગયા છે. એસઓજી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે રામોલ-જનતાનગર પાણીની ટાંકી પાસેથી બે શખ્સોને બાર લાખના મેફડ્રીનના જથ્થા સાથે ઝડપી લીધા છે.

એસઓજી ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એસ.યુ.ઠાકોર સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા એ સમયે તેમને બાતમી મળી હતી કે ‘રામોલ-જનતાનગર પાણીની ટાંકી પાસ.ે બુટલેચાલક અલ્લારખાન શેખ અને ઈકબાલ ંખાન પઠાણ જાહેરમાં એમડી ડ્રગ્સનો જથ્થો રાખીને વેચાણ કરે છે. મળેલી બાતમીને આધારે પીએસઆઈએ સ્ટાફના માણસોનેેેે.ે લઈ પંચને સાથે રાખી જનતાનગર પાણીની ટાંકી પાસે જાહેરમાં દરોડો પાડ્યો હતો.

એસઓજીએ બે શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી બાર લાખ ૪૪ હજારના નશીલો પદાર્થ,એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો પોલીસેેે આરોપીનુ નામ પૂછતા તેમણે અલ્લારખા શેખ (રહે.જનતાનગર પાણીની ટાંકી, રામોલ) અને ઈકબાલખાન પઠાણ (રહે.ફરીદાબાદ સોસાયટી, રામોલ) હોવાનું જણાવ્યુ હતુ. પોલીસેે પૂછપરછમાં આરોપીઓએ જણાવ્ય્‌ુ હતુ કે તેમણે એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈ રહેતા અમરીનખાન પાસેથી મંગાવ્યો હતો. અને ઉંચા ભાવે એનુ શહેરમાં વેચાણ કરી રહ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી એમ.ડી.ડ્રગ્સનો ૧ર.૪૪ લાખનો જથ્થો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ૧૪.ર૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આરોપીઓ વિરૂધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે શહેરના પોશ વિસતાર જેવા કે એસજી. હાઈવે, ગુરૂકૂળ, અને સિંધુ ભવન સહિતના અન્ય વિસ્તારોમાં પણ ડ્રગ્સનું સેવન વધી ગયુ છે.

જાે કે ક્રાઈમ બ્રાંચે તો હાલ આ ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. પરંતુ મુંબઈમાં જે આ વેપલો કરે છે એ ડ્રગ્સ માફિયા ફરાર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે આ તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. જેમાં આગળ વધુ ખુલાસો થવાની શક્યતાઓ છે. રાજ્યમાં નશાના કારોબારના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે.

ડ્રગ્સની હેેરાફેરી, ડ્રગ્સનું છૂટક વેંચાણ કરનારા ડ્રગ્સ પેડલરો સમાજમાં લોકો વચ્ચે રહીને પોતાના અંગત સ્વાર્થ માટે યુવાધનને નશાના રવાડે ચઢાવી રહ્યા છે. અત્યાર સુધીમાં કોઈ ડ્રાઈવર તો કોઈ વેપારી તો કોઈ કેટલીક ચાની કેટલી ધરાવતી હોય તેવી વ્યક્તિઓ પણ ડ્રગ્સ પેડલરનું કામ કરતી હોય એવું સામે આવી ચુક્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.