Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અંકલેશ્વરમાં જીવનરક્ષક દવાનું ઉત્પાદન કરતી આલકેમ કંપનીમાં ભીષણ આગ

ફાયર સેફ્ટીના એક કર્મચારીને પગમાં ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો ઃ ૫ ફાયર ફાયટરો ઘટના સ્થળે

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના માંડવા ગામ નજીક આવેલી આલકેમ કંપનીમાં ભીષણ આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.તો આગના બનાવની જાણ અંકલેશ્વરના ફાયર ફાયટરોને કરવામાં આવતાં પાંચ જેટલાં ફાયર ટેન્ડરો લાશ્કરો સાથે દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.જાેકે આગમાં કંપનીના ફાયર સેફ્ટીના કર્મચારીને પગમાં ઈજા થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં આવેલા ઔધોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે.ત્યારે શનિવારની સવારે વધુ એક આગ લાગવાની ઘટના સામે આવતા ભારે દોડધામ મચી હતી.જેમાં અંકલેશ્વર માંડવા પાસેના વિસ્તારમાં આવેલી જીવનરક્ષક દવાનું ઉત્પાદન કરતી અલ્કેમ કેમિકલ નામક ખાનગી કંપનીના પાલન્ટ નંબર ૪ માં કોઈ કારણસર ભીષણ આગ ફાટી નીકળી હતી.આગ એટલી વિકરાર હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જાેવા મળતા હતા.

તો આગના પગલે પાંચ ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને આગુ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા.જે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાના પગલે કંપનીની આસપાસ ઉપસ્થિત કર્મચારીઓ સહિતના લોકો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.તો આગના પગલે કંપનીના ફાયર સેફ્ટીના ૩૫ વર્ષીય કર્મચારી બ્રિજેશ બુસ્પૂતેને પગમાં ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જાેકે સદ્દનસીબે આગમાં કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers