Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હળવદ ભાજપ ઉમેદવારના વિજય સરઘસમાં માનવ મહેરામણ ઉમટ્યું

(પ્રતિનિધિ) હળવદ, ૨૦૨૨ વિધાનસભાના પરિણામોમા ભાજપે ૧૫૬ સીટો સાથે ભવ્યતિત વિજય મેળવ્યો છે.ત્યારે,૬૪ હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા મત વિસ્તારના સરળ વ્યક્તિત્વ ધરાવતા એવા ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા એ ૩૨,૯૦૦થી વધુ મતની લીડ સાથે ભવ્ય વિજય હાંસલ કર્યા હતો.ત્યારે,આજરોજ હળવદ સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહર કરી વિજય સરઘસના પ્રારંભ સાથે શહેરના મુખ્ય માર્ગ પરથી મોરબી દરવાજા સુધી માર્ગો પર અભિવાદન ઝીલવા બહોળી સંખ્યામા માનવ મેહરામણ ઉમટ્યુ હતુ,જયારે ભારત માતાકી જય અને જય શ્રી રામના ગગન ભેંદી નારાઓ સાથે શહેર ગુંજી ઉઠ્‌યું હતુ.

ત્યારે,સમગ્ર માર્ગ પર નિરંતર આતિશબાઝી તેમજ ડી. જેના તાલે નાચતા કાર્યકર્તાઓમા અનેરો આનંદ જાેવા મળ્યો હતો, કાર્યક્રમના અંતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એ સર્વેનો આભાર વ્યક્ત કરતા વાયબ્રન્ટ હળવદ અને સમગ્ર વિસ્તાર માટે થતુ બધુ જ કરી છૂટવા ખાત્રી આપી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers