ઈલેકટ્રીક બસોથી રોજ ૧૭,૬૭૯ કિલો કાર્બન ડાયોકસાઈડ ઘટતો હોવાનો દાવો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા શહેરના વિવિધ રૂટ પર દોડાવવામાં આવતી બે પૈકી ૧પ૦ જેટલી ઈલેકટ્રીક બસ છે. આ ઈલેકટ્રીક બસથી રોજ ૧૭૬૭૯.૩૩ કિલો કાર્બન ડાયોકસાઈડ ઘટતાો હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે. ૧૧ નવેમ્બર ર૦રર સુધીના મળમેલા જનમાર્ગ લીમીટેડના અપડેટ પ્રમાણે ૧પ૦ ઈલેકટ્રીક બસ દોડાવાતી હોવાથી કુલ ૬૦૦પ૬૭૮.પ૩ લીટર ફયુઅલની બચત કરી શકાઈ છે.
દરરોજ ૧૪૪૮પ.પ લીટર ફયુલઅની બચત થાય છે. દરરોજ ૧૭૬૭૯. ૩૩ કિલો કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટી રહયું હોવાના હિસાબથી કુલ ૭૪પ૮૪૬ર કિલો કાર્બન ડાયોકસાઈડ ઘટાડવામાં તંંત્રને સફળતા મળી છે. ૧૧ નવેમ્બર સુધીમાં ૧પ૦ ઈલેકટ્રીક બસ દ્વારા કુલ મળીને ૧ર૦૧૧૩પ૭.૦પ કિલોમીટર અંતર કાપવામાં આવ્યું છે.