શ્રીમાળી સોની કેળવણી મંડળ આયોજિત ૩૩ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
(પ્રતિનિધિ) બાયડ, શ્રી સાબરકાંઠા જિલ્લા શ્રીમાળી સોની મંડળ આયોજિત ૩૩ મો સમૂહ લગ્નનોત્સવ તા.૩/૪ ડિસેમ્બર શનિવાર રવિવારના રોજ શરણાઈ પાર્ટી પ્લોટ બાયડ ખાતે શ્રી બાયડ તાલુકા શ્રીમાળી સોની મિત્ર મંડળના સહયોગથી ગં.સ્વ. જશોદાબેન જેઠાલાલ મણિલાલ સોની પરિવાર ખેડબ્રહ્મા અમદાવાદના પ્રમુખ સ્થાને યોજાયો ૨ દિવસના આ કાર્યક્રમમાં તમામ માંગલિક પ્રસંગો વિધિ વિધાન સાથે યોજાય તે રીતે આયોજન કરવામાં આવ્યું નવદંપતી મહેમાનો દાતાઓ માટે ઉતારાવ્યવસ્થા, પાણી, ભોજનની ઉત્તમ વ્યવસ્થા મળે તે માટે બાયડ તાલુકા શ્રીમાળી સોની મિત્ર મંડળ ની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ એન. આર. આઈ. સમગ્ર જિલ્લામાંથી ૨૨૦૦ જેટલા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા સમગ્ર આયોજન માટે કન્વીનર શ્રી નવનીત ભાઈ સોની, પ્રમુખશ્રી જીતુભાઈ, મંત્રી શ્રી જન્મેજય સોની, સહ કન્વીનર શ્રી હિતેશભાઈ અને સુભાષભાઈ સોની બાયડ મિત્ર મંડળ શ્રી ઇન્દ્રવદનભાઈ, ધીરુભાઈ, કેતનભાઇ, દિલીપભાઈ, નિલેશભાઈ ,પાર્થ, પ્રતીક સમગ્ર ટીમ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને દિપાવ્યો હતો