Western Times News

Gujarati News

ગૂગલમાં આ વર્ષે લોકોએ બકિંધમ પેલેસ સૌથી વધારે સર્ચ કર્યું

નવી દિલ્હી, ૨૦૨૨ ખતમ થવાનીએ અણી પર છે. હવે આ વર્ષમાં થોડા દિવસો જ બાકી છે. હવે આ વર્ષે જ્યારે થોડા દિવસો જ બચ્યા છે તો તેના વિશે ચર્ચા થવા લાગી છે કે આ વર્ષ કેવું રહ્યું છે. આ વર્ષએ શું સારુ થયું અને શું ખરાબ થયું. આ જ ક્રમમાં અમે આપને આજે એક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ. દુનિયામાં કેટલાય એવા શહેર અને જગ્યા છે, જ્યાં જવાનું લોકોનું કાયમ સપનું હોય છે, પણ શું તમે જાણો છો કે, ૨૦૨૨માં લોકો ક્યાં શહેરોની જાણકારી સૌથી વધારે તપાસી છે.

તો આવો જાણીએ આ શહેરો વિશે જેને લોકોએ ગૂગલમાં ખૂબ સર્ચ કરી છે. ૨૦૨૨માં લોકો દ્વારા દુનિયાભરમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલી જગ્યાના લિસ્ટમાં બકિંધમ પેલેસ પ્રથમ નંબર પર આવે છે. આ બ્રિટિશ શાસકનો એક મહેલ છે. જાે આપ યૂકેની યાત્રા પર જવાના છો, તો તેને જાેયા વગર પાછા આવતા નહીં. તે એટલો સુંદર છે, કે તેને ભાગ્યે જ આપ ભૂલી શકશો. બકિંધમ પેલેસ દુનિયાભરમાં અમુક એવા શાહી મહેલો છે, જે હાલમાં કામ કરી રહ્યા છે.

આ જગ્યાના અમુક ખાસ આકર્ષણ શાહી ક્વાર્ટર, કળા અને હર્યાભર્યા બગીચા તથા આ ઉપરાંત પણ ઘણું બધું હોય છે. બિગ બેન વેસ્ટમિંસ્ટરના ગ્રેટ ક્લોકની ગ્રેટ બેલનું ઉપમાન છે અને તેના વિશાળ ઘંટ પોતાની એક્યૂરેટ ટાઈમિંગ માટે ફેમસ છે. આ લંડનનું સૌથી પ્રખ્યાત જગ્યા છે. તે લંડનના સૌથી ફેમસ ટૂરિસ્ટ પ્લેસ તરીકે પણ ઓળખાય છે. તે ક્લોક ટાવર ૧૩ ટનથી વધારે વજન ધરાવે છે. આ ક્લોક ટાવર રાતના સમયે એકદમ શાનદાર દેખાય છે.

ગીઝાનો પિરામિડ આપે ક્યાંકને ક્યાંક તસ્વીરોમાં જરુર જાેયો હશે. તે ખૂબ જ ચર્ચિત છે અને તેમ છતાં પણ દર વર્ષે સૌથી વધારે સર્ચ થતી જગ્યામાં તે સામેલ રહે છે. ૬મી સદીની શરુઆતમાં બનેલા મિસ્ત્રનો આ સૌથી મોટો પિરામીડ હાલમાં પણ અહીં આવતા લોકોનું સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. રિયો શહેરમાં ૨૩૧૦ ફુટ ઉપર, ક્રાઈસ્ટ દ રિડીમર પ્રતિમાની વિશાળ સંરચના યૂનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળની લિસ્ટમાં સામેલ છે.

ક્રાઈસ્ટ દ રિડીમર પ્રતિમાની પ્રતિમા લગભગ ૧૩૦ ફુટ ઊંચી છે, જ્યારે તેની ભુજાઓ ૨૮ મીટર પહોંળી છે. આ પ્રતિમા તિજુકા ફોરેસ્ટ નેશનલ પાર્કમાં કોરકોવાડો પર્વત પર બનેલી છે. તેને આધુનિક દુનિયાના આશ્ચર્યનો દરજ્જાે આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.