અમદાવાદ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ નામ આપવામાં આવ્યું
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રજૂ થયેલ એ.એમ.સી. મેટ મેડીકલ કોલેજને નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ નામાભિધાન કરવાના કામને મંજૂરી મહાનગર પાલિકાએ આપી હતી. મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં તાકિદ કામ લાવી નામાભિધાન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ભારત સરકાર દ્વારા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના નામની સત્તાવાર મ્હોર લાગી છે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એએમસી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એલ જી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ કોલેજમાં હાલમાં મેડિકલ યુ જી અને પીજીના અભ્યાસક્રમ ચાલી રહ્યા છે. સદર કોલેજની વહિવટી કામગીરી એએમસી મેટ દ્વારા કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો ૧૭ સપ્ટેમ્બરે જન્મદિવસ હોવાથી મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ઘ્વારા કોલેજનું નવું નામાભિધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરાયું હતું. એએમસીની એક્ઝીક્યુટીવ કમિટીની મળેલી માહિતી પ્રસ્તાવ મુકાયો હતો . આખરે અમદાવાદ મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી તાકિદમા મંજૂરી કર્યો હતો.
એએમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ જણાવ્યુ હતું કે કોંગ્રેસ આ નામાભિધાન વિરોધ કર્યો હતો. પહેલા સરદાર પટેલ સ્ટેડિયમને નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું હતું . ફરી એકવાર એએસમી મેટ મેડિકલ કોલેજ નામ બદલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરાયું છે .
પહેલા એલ જી હોસ્પિટલમાં મેડિકલ સુવિધા સારી કરવી જાેઇશે. નામ આપવાથી કોઇ ફરક પડશે નહી. ભ્રષ્ટાચાર મુક્ત પહેલા તંત્ર બનાવું જાેઇએ. નામ કરણ કરવાથી પ્રજાને પડતી મુશ્કેલીઓ , હેરાનગતિ માં કોઇ ફરક પડવાનો નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ એલ જી જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને દર્દીઓને સઘન સારવાર મળી રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે તે સમયે મેડીકલ કોલેજની સ્થાપનાનો સ્વપ્નિય વિચાર કર્યો હતો.
તેમની દીઘદ્રર્ષ્ટિને ધ્યાને લેતાં અ.મ્યુ. કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એ.એમ.સી. મેટ મેડીકલ કોલેજની વર્ષ ૨૦૦૯માં તેઓના વરદ્હસ્તે સ્થાપના કરવામાં આવેલ હતી.
મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ ના જણાવ્યા મુજબ ૨૦૦૯માં વાર્ષિક ૧૫૦ એમ.બી.બી.એસ. સીટોથી શરૂ થયેલ એ.એમ.સી. મેટ મેડીકલ કોલેજમાં હાલમાં વર્ષ ૨૦૨૨માં કુલ ૨૦૦ એમ.બી.બી.એસ. વિદ્યાર્થીઓ તથા ૧૭૦ એમ.ડી./એમ.એસ. વિદ્યાર્થીઓ એડમિશન મેળવે છે,
જેનો સીધો લાભ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓને મળી રહે છે. આ મેડીકલ કોલેજની સ્થાપનાનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળે છે.
ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને રાજ્ય બહાર મેડીકલના અભ્યાસ માટે જવું ન પડે તેવા ઉમદા વિચાર મેડિકલ કોલેજ કાર્યરત કરવામાં આવી હતી.