આશાપુરા માતાના મઢમાંં મંદિર પરીસર સહિતને ભવ્ય બનાવાશે
ભુજ, માતાના મઢ સ્થિતમા આશાપુરાના મંદીર પરીસર અને કુંડ સહીત આસપાસના વિસ્તારને ભવ્યાતિભવ્ય બનાવવા સરકારે અગાઉ જાહેરાત કરી હતી. તે અન્વયે હાલ એક મહીનાથી મંદીર પરીસર તેમજ તેની આસપાસ વિસ્તારના ડેવલોપીગના વિકાસકામોના પ્લાન નકશા સોશીયલ મીડીયામાં ફરતાં થતાં આસ્થાળુઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
સરપંચે જણાવ્યું હતું કે, આ આશાપુરા પ્રત્યે માત્ર કચ્છના લોકો નહી બલ્કે રાજય અને દેશ-દુનિયાના લોકો આસ્થા ધરાવે છે. દરવર્ષે નવરાત્રી દરમ્યાન લાખો શ્રધ્ધાળુઓ માતાના મઢ મા આશાપુરા મંદીરો મા સમક્ષ માથું ટેકવવા આવે છે.
પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામ હાથ ધરાઈ રહયા હોવાનું માતાના મઢના સરપંચે જણાવ્યું હતું. જે પ્રમાણે સોમનાથ મંદીરના વિકાસના કામો થયા છે. તે કામ કરનાર કિષ્ના કન્સ્ટ્રકશન દ્વારા માતાના મઢમાં પ્રાઈવેટ આર્કીટેકટ દ્વારા ખાસ ડિઝાઈન તૈયાર કરાવીને સંપૂર્ણ વિકાસ કરવામાં આવી રહયો છે. અને આગામી બે વર્ષમાં આ તમામ કામ પૂર્ણ કરવામાં આવશે.