Western Times News

Gujarati News

ભરૂચ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા વિપક્ષે ઓચિંતી મેલેરિયા વિભાગની મુલાકાત લીધી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરમાં શિયાળાની શરૂઆત થતા જ મચ્છરોની ફૌજ ઉતરી પડતા શહેરીજનોનો ત્રાહિમામ પોકારી રહી છે ત્યાં જ ભરૂચ નગરપાલિકામાં ફોગીંગ મશીન ધૂળ ખાઈ રહ્યા છે. નગરપાલિકા ફોગીંગ કરવામાં, દવાનો છંટકાવ કરવામાં અને સાફ-સફાઈમાં સદંતર નિષ્ફળ નીવડી છે.ત્યારે શહેરમાં મચ્છરોના ત્રાસ ની ફરિયાદ ઉઠતા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ અને દંડક હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા મેલેરિયા વિભાગમાં મુલાકાત લેતા મશીનો ધુળ ખાતા નજરે પડ્યા હતા.

ભરૂચમાં ૧૬ હેન્ડ ફોગીગ મશીનમાંથી ૮ મશીનો ચાલુ છે તેમજ નગરપાલિકા દ્વારા ફોગીંગ માટે પૂરતા માણસો ફાળવવામાં ન આવતા ૮ મશીન બંધ છે અને ૩ મોટર વેહિકલ મશીન ડ્રાઈવર ન હોવાના કારણે શહેરમાં ફોગીગ નથી થઈ રહ્યું. શિયાળાની શરૂઆત બાદ ઠંડીનો પ્રકોપ વધતા જ મચ્છરોનો ઉપદ્રવ વધવાનું શરૂ થયું છે.ભરૂચ શહેરના લોકો હાલ તો મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા છે.જ્યારે આ મચ્છરોના ત્રાસ માંથી મુક્તિ આપવા માટે ભરૂચ નગરપાલિકાની જવાબદારી છે.

જેમાં મચ્છરોના નાશ માટે ફોગીંગ મશીન થકી દરેક વોર્ડની ગલીઓમાં મચ્છરો ના નાસ માટે ધુમાડા છોડવા જરૂરી છે.પરંતુ હાલ ભરૂચ નગરપાલિકામાં જે ફોગીંગ મશીનનો છે તે શોભાના ગાંઠિયા બની ગયા છે કેમ કે ફોર વ્હીલ ઉપર ફોગીંગ મશીન છે પરંતુ ગાડી ચલાવનાર ડ્રાઈવર નથી ડ્રાઈવર ન હોવાથી મશીન શોભાના ગાંઠિયા બની ગયા છે.જયારે હેન્ડ ફોગીંગ મશીન ૧૬ છે જેમાંથી ૮ જેટલા મશીન કામ કરી રહ્યા છે જ્યારે મેલેરીયા વિભાગને મશીન ઓપરેટીંગ માટે કર્મચારીઓ ફાળવવામાં નથી આવતા આ ૮ હેન્ડ ફોગીંગ મશીન પણ ધૂળ ખાઈ રહ્યા છે.

ભરૂચ નગરપાલિકાએ મચ્છરોના નાશ માટે આગોતરૂ આયોજન કરવાનું હોય છે પરંતુ તેઓએ આગોતરું આયોજન ન કરતા હવે શેરીજનોને મચ્છરોનો ત્રાસથી ત્રાહિમામ પુકારી ઊઠ્‌યા છે.મચ્છરોના ત્રાસથી મુક્તિ આપવા માટે ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ક્યારે જાગશે? લાખો રૂપિયાના ફોગીંગ મશીન ધૂળ ખાવા માટે લાવવામાં આવ્યા છે કે પછી શહેરીજનોની સુખાકારી માટે લાવવામાં આવ્યા છે એવો પ્રશ્ન ઊભો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.